તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 3rd June 2026
જામનગરના અલીયાબાડા જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા શરૂ : 15 જૂન સુધી અરજી કરવાની અંતિમ તક
શૈક્ષણિક સત્ર 2026-27 માટે મેરિટના આધારે ખાલી બેઠકો પર પ્રવેશ, ધોરણ 10નું પરિણામ : આધાર અને ફોટો સાથે રૂબરૂ સંપર્ક આવશ્યક

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : જામનગર જિલ્લાના અલીયાબાડામાં આવેલ પી.એમ.શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ખાતે શૈક્ષણિક સત્ર 2026-27 માટે ધોરણ 11માં ખાલી પડેલી બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પ્રવેશ મેળવવા માટે લાયકાત ધરાવતા અને રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા.15 જુન સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે જવાહર નવોદય વિદ્યાલય જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. જરૂરી દસ્તાવેજોમાં ધોરણ 10નું પરિણામ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખવાનો રહેશે.
નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. વધુ માહિતી અને પ્રવેશ ફોર્મ માટે શાળા સમય દરમિયાન વહીવટી વિભાગનો સંપર્ક કરવા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
