તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 25th April 2026
પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ઘરસભાનાં વિચારોને અપનાવીને ઘરને મંદિર બનાવોઃ પૂ. અપૂર્વમુની સ્વામી
જુનાગઢમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનાં દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે 'માનવ ઉત્કર્ષ મહોત્સવ'નો પ્રારંભ

ઉપરોકત તસ્વીરમાં દિપ પ્રાગટય કરતા કલેકટર સહિતના મહાનુભાવો અને આ મહોત્સવમાં ઉપસ્થિત પ્રબુધ્ધિ નાગરીકો નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રપ :.. જુનાગઢમાં હવેલી વાડી ઝાંસીની રાણી સર્કલ સામે આંતરરાષ્ટ્રીય વિદ્વાન વકતા અને મોટીવેશનલ સ્પીકર પૂ. અપૂર્વમુનિ સ્વામીનો બીએપીએસ જુનાગઢ મંદિર દ્વિદશાબ્દી મહોત્સ્વના ઉપક્રમે શુક્રવાર થી રવિવાર સુધી ત્રિદિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થયો છે.
જેનું દિપ પ્રાગટય સાધુ ધર્મ વિનયદાસ (કોઠારી સંત) જીલ્લલા કલેકટર અનિલકુમાર રાણાવસીયા (મ્યુ. કમિશનર તેજસ પરમાર એસપી બી. સી. ઠક્કર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ ડો. ડી. પી. ચિખલીયા, કે. જે. હોસ્પીટલના ભાવિન છત્રાળા સહિતએ કરી પ્રારંભ કરાવ્યો હોત. આ પ્રથમ દિવસે અપૂર્વમુનિ સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યુેં હતું હતું કે, વિષય સબ દર્દો કી દવા હતો જેમા તેઓ કહ્યું કે આજના યુગમાં આપણે સાધન અને મકાનનો ઉત્કર્ષ કર્યો છે. પરંતુ માનવતા અને વિચારધારાનો ઉત્કર્ષ બાકી છે. દુનિયામાં પ્રશ્નો માનવતાના અભાવે છે અને પ્રભુને પ્રિય થવુ સહેલુ છે. પણ પરિવાર પ્રિય થવુ કઠણ છે. સમાજના આ દર્દના ઉપાય તરીકે તેમણે પ્રમુખ સ્વામી મહારાજે આપેલ ક્રાંતિકારી વિચાર ઘરસામાં રજૂ કર્યો હતો.
જો પરિવારના સભ્યો રોજ સાંજે ભેગા મળી શાસ્ત્રોનું વાંચન કરે અને જીવનમાં મિલન મદદ મહિમા તથા માફી જેવા ચાર મ રાખે તો ઘર સ્વંગ અને મંદિર બની શકે મોટી સંખ્યામાં ઉપરિચિત જુનાગઢના નગરજનોને પ્રવચનથી તરબોળ કર્યા હતાં.
આ કાર્યક્રમમાં આલ્ફ્રા સ્કુલના સંચાલક જી. પી. કાઠી, નોબલ સ્કુલના સંચાલક કે. ડી. પંડયા, વિવેકભાઇ ગોહેલ, કિશોરભાઇ ચોટલીયા પૂર્વ મેયર જયોતિબેન વાછાણી, સીતાબેન શૈલેષભાઇ દવે, મીનાબેન ગોહેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
