<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

દ્વારકામાં છોકરાઓના ઝઘડામાં પ્રૌઢ પર હુમલો: 16 શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો

રૂપેણ બંદરના રહેવાસીઓએ ગેરકાયદે મંડળી રચી લોખંડના પાઇપ-લાકડાના ધોકા સાથે હુમલો કર્યો; પોલીસે તમામ આરોપીઓને ઝડપી પંચનામુ કર્યું

 

 

 

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૯ : દ્વારકામાં છોકરાઓના સામાન્ય ઝઘડાનો મામલો ગંભીર સ્વરૂપ ધારણ કર્યો છે. રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા 16 શખ્સોએ એકઠા થઈ ગેરકાયદેસર મંડળી રચીને એક પ્રૌઢ વ્યક્તિ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા સાથે ફરિયાદીને બિભત્સ ગાળો આપી મારમાર કર્યો હતો. બનાવની ગંભીરતા જોતા દ્વારકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

દ્વારકા પોલીસે બનાવ સંદર્ભે 16 શખ્સો સામે રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથે જ ઘટનાસ્થળે જઈ રિંકન્સ્ટ્રકશન કરી પંચનામુ પણ કરવામાં આવ્યું છે.

હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીઓ પાસેથી હુમલામાં વપરાયેલા પાઇપ અને ધોકા કબ્જે કરવાની પ્રક્રિયા ચાલુ છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ નાના ઝઘડાને ગંભીર સ્વરૂપ ન આપે અને કાયદો હાથમાં ન લે.

(1:31 PM IST)