તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
લાંબી રાહ જોવડાવ્યા બાદ દ્વારકાધીશના દરબારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ભારે ઉકળાટ બાદ વરસેલા વરસાદે ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૭ : છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આખરે આજે દ્વારકાધીશના દરબારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.
લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસેલા વરસાદને કારણે સમગ્ર દ્વારકા પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અચાનક વરસેલા વરસાદથી દ્વારકાધીશ મંદિર પરિસર અને બજારોમાં લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.
વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, ત્યારે આ વરસાદથી પાકને જીવતદાન મળ્યું છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
