<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહી પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા બાદ વિવાદ વકર્યો : જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ આવ્યું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના સમર્થનમાં : આગાહીને ગણાવી ઋષિ પરંપરા

મંડળે પરંપરાગત હવામાન આગાહી પદ્ધતિનો બચાવ કર્યો : વૈજ્ઞાનિક અને પરંપરાગત જ્ઞાન વચ્ચે ચર્ચા છેડાઈ :આધુનિક વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાન વચ્ચે સંઘર્ષ ન હોવો જોઈએ. બંને પદ્ધતિઓ ખેડૂતોને ઉપયોગી થઈ શકે છે

જૂનાગઢ તા.૧૯ : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીને લઈને ચાલી રહેલા વિવાદમાં જૂનાગઢ સ્થિત વર્ષા વિજ્ઞાન મંડળ અંબાલ પટેલના સમર્થનમાં આવ્યું છે. મંડળે અંબાલાલ પટેલની પરંપરાગત હવામાન આગાહી પદ્ધતિને "ઋષિ પરંપરા" ગણાવીને તેનો બચાવ કર્યો છે. 

 

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહી પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા બાદ આ વિવાદ વકર્યો હતો. જેના જવાબમાં વર્ષા વિજ્ઞાન મંડળે જણાવ્યું કે, પ્રાચીન સમયથી આપણા ઋષિમુનિઓએ કુદરતી સંકેતો, નક્ષત્રો અને વાતાવરણના અભ્યાસથી વરસાદની આગાહી કરવાની પરંપરા વિકસાવી હતી. અંબાલાલ પટેલ તે જ પરંપરાને આગળ વધારી રહ્યા છે. 

 

મંડળનું કહેવું છે કે આધુનિક વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાન વચ્ચે સંઘર્ષ ન હોવો જોઈએ. બંને પદ્ધતિઓ ખેડૂતોને ઉપયોગી થઈ શકે છે. વર્ષા વિજ્ઞાન મંડળે અંબાલાલ પટેલના વર્ષોના અનુભવ અને સચોટ આગાહીઓને પણ બિરદાવી હતી અને તેમના કાર્યને ખેડૂતલક્ષી ગણાવ્યું હતું.

 

આ સમગ્ર વિવાદ બાદ વૈજ્ઞાનિક અને પરંપરાગત હવામાન આગાહી પદ્ધતિ વચ્ચે ચર્ચા ફરી છેડાઈ છે. ખેડૂતો અને સામાન્ય લોકો બંને પદ્ધતિની તુલના કરી રહ્યા છે.

(4:10 PM IST)