News of Tuesday, 7th July 2026
મુંબઈ વરસાદને પગલે કચ્છની ટ્રેનના પ્રવાસીઓ હેરાન અંકલેશ્વર અને દહાણુ ટ્રેનો રોકી દેવાઈ પશ્ચિમ રેલવે દ્વારા જાણકારી અને વ્યવસ્થાનો અભાવ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : મુંબઈમાં ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવે દ્વારા કચ્છની ટ્રેનોને દહાણુ તેમ જ સુરત વચ્ચે અટકાવી દેવાઈ હતી. જોકે, નાના બાળકો સાથે મુસાફરી કરતા પ્રવાસીઓ તેમ જ વયોવૃદ્ધ પ્રવાસીઓએ પશ્ચિમ રેલવે પ્રત્યે ભારે રોષ સાથે નારાજગી દર્શાવી હતી. ટ્રેનો અધવચ્ચે અટકાવી દેવાયા બાદ આગળ જવા માટે ઉપડશે કે નહીં મુંબઈની પરિસ્થિતિની યોગ્ય જાણકારી અપાઈ ન્હોતી. વળી ટ્રેન આગળ ન જતા પ્રવાસીઓ માટે એસટી બસની સુવિધા અંગે પણ જાણકારી ન અપાતા પ્રવાસીઓ મોંઘા ભાડા ખર્ચી હોટેલમાં તો ક્યાંક ખાનગી વાહનોના આશરે રહ્યા હતા.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
