<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

રણની ૫ હજાર એકર જમીન ખાનગી કંપનીને આપી દેવા મુદ્દે અગરીયાઓ દ્વારા આંદોલન

૨૩ જૂને પાટડી પ્રાંત કચેરીનો કરશે ઘેરાવઃ હિન્‍દુસ્‍તાન સોલ્‍ટ અને અન્‍ય કંપનીઓને રણમાંથી બહાર કાઢવા માંગ

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ, તા.૨૩: સમગ્ર ગુજરાત રાજ્‍યમાં સૌથી વધુ મીઠું પકવતું શહેર એટલે સુરેન્‍દ્રનગર જિલ્લાનું ખારાઘોડા ગામમાં આવેલી જમીનો અત્‍યાર સુધી હિન્‍દુસ્‍તાન સોલ્‍ટ લિમિટેડ કંપની પાસે હતી અને તે અગરિયાઓને આ જમીનો ભાડે આપી અને અગરિયાઓ પાસે મીઠાનું ઉત્‍પાદન કરાવતી હતી પરંતુ હિન્‍દુસ્‍તાન સોલ્‍ટ લિમિટેડ કંપની દ્વારા થોડા સમય પહેલા એક ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યું હતું જેમાં તેમની અંદરમાં રહેલી ૫૦૦૦ એકર જમીન આપી દેવા અને કોન્‍ટ્રાક્‍ટ ઉપર આ જમીન ભાડે આપવા માટેનું એક ટેન્‍ડર કેન્‍દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્‍યું હતું ત્‍યારે રણમાં આવેલી ખારાઘોડા દેહગામ વચ્‍ચેની ૫૦૦૦ એકર જમીન ટેન્‍ડર ભરી અને પ્રજ્ઞાનાભ બ્રોકર એલએલપી કંપની દ્વારા રાખવામાં આવી હતી તેને વાર્ષિક ભાડું ૦૩ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્‍યું હતું. આ જમીન ભાડેથી રાખ્‍યા બાદ કંપની દ્વારા આ જમીન ઉપર અલગ અલગ પ્રોજેક્‍ટ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં આ કંપની દ્વારા પહેલા પાંચ હજાર એકર જમીન કરવાની શરૂઆત કરી નાખવામાં આવી હતી ત્‍યારે આ જમીન ઉપર ગેરકાયદેસર ઉંચા પાળા બાંધવામાં આવ્‍યા હતા જેને લઈને ૫૦૦ થી વધુ અગરિયાઓને રણમાં જવા માટેના રસ્‍તાઓ બંધ થઈ ગયા હતા અને જમીનોને પણ નુકસાન થયું હતું ત્‍યારે વરસાદી પાણી ે રણમાં જતું હોય છે તેના રસ્‍તાઓ પણ રોકાઈ ગયા હતા ત્‍યારે આ અંગે અગરિયાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્‍યો હતો.

 પ્રાથમિક તબક્કામાં ખારાઘોડા પ્રાથમિક શાળા ખાતે સંમેલન યોજવામાં આવ્‍યું હતું અને ત્‍યારબાદ ૨૩ જૂનના રોજ પ્રાંત કચેરીના ઘેરાવ અંગેની ચીમકી આપવામાં આવી હતી પરંતુ ત્‍યારબાદ કલેક્‍ટર સ્‍થાનિક ધારાસભ્‍ય ત્‍યાં દોડી ગયા હતા અને જે કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે હાલ પૂરતી બંધ કરવામાં આવે તે અંગેની સૂચના આપવામાં આવી હતી ત્‍યારે આ અંગે જે જમીનની ફાળવણી કરવામાં આવી છે તે આ રણમાં ગ્રીન એનર્જી એટલે કે સોલર પ્‍લેટો ઉભી કરી રહી છે અને કેમિકલ પ્રોજેક્‍ટ પણ સ્‍થાપિત કરી રહી છે જેને લઈને દર વર્ષે સરકારને ૪૦૦ થી ૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

 ઘુડખર અભ્‍યારણ નો ભાગ પણ આ જમીનમાં  વાળી લેવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે ત્‍યારે ઘુડખરને પણ નુકસાન થવાની ભીતિ સર્જાય છે આ ઉપરાંત મીઠા ઉત્‍પાદન ઉપર પણ તેની અસર સૌથી વધુ જોવા મળશે અને અગરિયાઓને પણ જમીન મીઠા પકવવા માટે ઘટી જશે ત્‍યારે હવે અગરિયાઓએ બાયો ચડાવી છે અને આ અંગે હિન્‍દુસ્‍તાન સોલ્‍ટ અને અન્‍ય જે કંપનીઓ છે તેમને રણમાંથી બહાર કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જોકે આ અંગે જિલ્લા કલેકટર અને ધારાસભ્‍ય દ્વારા સાંત્‍વના પાઠવવામાં આવી છે પરંતુ તે છતાં પણ અગરિયાઓ ૨૩ જૂનના રોજ પાટડી પ્રાંત કચેરીનો ઘેરાવ કરવાના છે.

પૂર્વ ધારાસભ્‍ય નવસાદ સોલંકી દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે માત્ર વાર્ષિક ત્રણ કરોડ ભાડા પટ્ટે હિન્‍દુસ્‍તાન સોલ્‍ટ કંપની દ્વારા કરાર આધારિત એક કંપનીને ૫૦૦૦ એકર જમીન રનની આપી દેવામાં આવી છે જેને લઇને ૪૦૦ થી વધુ અગરિયાઓની રોજી રોટી ઉપર સીધો હવે સવાલ ઉભો થાય છે કારણ કે આ જમીન ઉપર અગરિયાઓ મીઠું પકવે છે ત્‍યારે ખાનગી કંપનીને આ જમીન આપી દેવામાં આવતા હવે આ કંપની દ્વારા સોલર પ્‍લેટ ઉભા કરવામાં આવી રહ્યા છે અને બ્રોમિંગ જેવા કેમિકલ પકાવવામાં આ જમીનનો ઉપયોગ કરવાનો છે ત્‍યારે જેને હવે સરકારને દર વર્ષે ઈં ૫૦૦ કરોડથી વધુનું નુકસાન છે ત્‍યારે અગરિયાઓના અસ્‍તિત્‍વ ઉપર હવે સવાલ છે ત્‍યારે ૨૩ જૂનના રોજ પ્રાંત કચેરીનો ઘેરાવ કરવાના છીએ અને આંદોલનની શરૂઆત છે જો સરકાર હિન્‍દુસ્‍તાન સોલ્‍ટ કંપની અને અન્‍ય જે કરાર આધારિત કંપનીને જમીન ફાળવી દેવામાં આવી છે તેને બહાર નહીં કાઢે તો રાજ્‍ય વ્‍યાપી અગરિયાઓ આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

(11:00 AM IST)