તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ગોંડલના મોવિયામાં વિજપોલનાં મુદ્દે ચાલતા આંદોલન પુરૂ
કિશાન સંઘર્ષ સમિતીએ કહ્યુ જેતપરના સમર્થનમાં એક દિવસ પુરતુ ઉપવાસ આંદોલન હતું: હવે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૩૦: હેવી વિજપોલ અને વિજલાઇન નાં વિરોધમાં ગોંડલનાં મોવિયા માં શરુ થયેલુ ખેડુત આંદોલન આટોપી લેવાયુ છે.
મોરબીનાં જેતપરમાં આજ મુદ્દે ચાલી રહેલા આંદોલનનાં સમર્થનમાં એક દિવસ માટે પ્રતિક ઉપવાસ આંદોલન કરાયાનું કિશાન સંઘર્ષ સમિતિ નાં આગેવાનોએ જણાવ્યું હતું.
વિજતંત્ર દ્વારા કોઈ નોટીસ આપ્યા વગર કે કોઇ વળતરની સ્પષ્ટતા કર્યા વગર કાલાવડ થી ઘેલાસોમનાથ જઇ રહેલી ૪૦૦ કે.વી.વિજલાઇન માટે ખેતરો માં હેવી ટાવરોનુ કામ શરુ કરાતા મોવીયામાં આંદોલન નાં મંડાણ કરાયાં હતાં.
ઉપવાસી છાવણીમાં આ પ્રશ્રને પુરતુ વળતર નહી અપાય અને યોગ્ય ઉકેલ નહી લવાય તો મહાસંમેલન બોલાવી વિજપોલ કાપી નાખવાં સુધી ની વાત કરી આંદોલન ઉગ્ર બનાવવાનું કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું.
પરંતુ ઉપવાસી છાવણી સંકેલાતા કિશાન સંઘર્ષ સમિતી નાં દિલીપભાઈ ભલાળા,ભરતભાઈ કાલરીયા અને જીતેન્દ્રભાઇ ભલાણી એ મોરબી નાં જેતપર ખાતે ચાલી રહેલા ખેડુત આંદોલન નાં સમર્થન માં માત્ર એક જ દિવસ માટે નું પ્રતિક ઉપવાસ આંદોલન હોવાનું જણાવ્યું હતી.અન્ય આગેવાન રાજુભાઇ સખીયાએ કહ્યુ કે હવે બુધવાર નાં ગોંડલ માં શહિદ ભગતસિહ ની પ્રતિમા થી ખેડુતો પ્રાંત કચેરીએ પંહોચી આ મુદ્દે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે.તેમ છતા વિજતંત્ર કે સરકાર દ્રારા કોઇ યોગ્ય ઉકેલ નહી આવેતો આ મુદ્દાને હાઇકોર્ટ માં લઇ જવાશે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
