<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ઉપલેટાના આહિર સમાજે જગદીશ વિશ્વકર્માને આવકાર્યા

 

ઉપલેટાઃ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ગોંડલ ખાતે પધારતા ઉપલેટા નગરપાલિકા બાંધકામ ચેરમેન અને આહીર આગેવાન મનોજભાઈ નંદાણીયાની આગેવાની નીચે ભાજપના આહિર આગેવાન ભાઈ બહેનો આહીરોના પરંપરાગત પોશાકમાં મોટી સંખ્‍યામાં ગોંડલ ગયા હતા. મનોજભાઈ નંદાણીયા, રણમલભાઈ આહીર, રાયમલભાઈ આહીર, નાથાભાઈ આહીર, વજુભાઈ આહીર, વિનુભાઈ આહીર, કેસુરભાઈ આહીર, ગંભીરભાઈ આહીર અને હરદાસભાઇ આહીર સહિતના ભાઈઓ બહેનો મોટી સંખ્‍યામાં જોડાયા  હતા. (અહેવાલ- જગદીશ રાઠોડ, તસવીરઃ ભોલુ રાઠોડ ઉપલેટા)

(12:22 PM IST)