<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ભુજ નગરપાલિકામાં AIMIMની પ્રથમ એન્‍ટ્રીઃ વોર્ડ નં.૧માં ૩ બેઠકો પર ભવ્‍ય વિજય, કોંગ્રેસને મળી ૧ બેઠક

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી ૨૦૨૬માં ભુજમાં ઓવૈસીની પાર્ટીએ ખાતું ખોલાવ્‍યું: વોર્ડ નં.૧ના પરિણામે રાજકીય સમીકરણો બદલાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી ૨૦૨૬ના પરિણામોમાં ભુજ નગરપાલિકામાં AIMIMની પ્રથમ એન્‍ટ્રી થઈ છે. વોર્ડ નં. ૧ની કુલ ૪ બેઠકોમાંથી AIMIMના ૩ ઉમેદવારોનો ભવ્‍ય વિજય થયો છે, જ્‍યારે ૧ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે.

આ સાથે ભુજ નગરપાલિકામાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ખાતું ખોલાવ્‍યું છે. વોર્ડ નં. ૧ના પરિણામે ભુજના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્‍યો છે. મતગણતરીના પ્રથમ રાઉન્‍ડથી જ AIMIMના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા.

નોંધનીય છે કે ભુજ નગરપાલિકામાં આ વખતે AIMIMએ પ્રથમવાર ચૂંટણી લડી હતી અને પહેલા જ પ્રયાસમાં ૩ બેઠકો કબજે કરી છે. વોર્ડ નં. ૧ના વિજેતા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

સમગ્ર કચ્‍છ જિલ્લામાં AIMIMના આ પ્રદર્શનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

(2:41 PM IST)