તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
માધવપુર ઘેડમાં અજયભાઇ પરમારનો એસિડ પી આપઘાત

રાજકોટ તા. ૪: માધવપુર ઘેડમાં રહેતાં યુવાને એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ માધવપુરમાં રહેતાં અજયભાઇ લવજીભાઇ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાને ગત તા.૧/૫ના રોજ રાતે સાડા દસેક વાગ્યે એસિડ પી લેતાં ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માધવપુર પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
