News of Wednesday, 29th July 2026
જુનાગઢ જીલ્લાના મેંદરડાની અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલ જી.પી. હાઇસ્કુલ કેમ્પસમા મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. સુખરામદાસજી મહારાજનથી ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા પ્રસંગની ઉજવણી
બાળકોને શિક્ષણ સંસ્કાર,સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે કરવું ? એમના જીવનની અંદર શિક્ષકોનું શું મહત્વ છે ? ગુરુઓનુ શું મહત્વ છે ? આજનુ બાળક આવતીકાલનું ભવિષ્ય છે શાળા થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રની સેવા કેવી રીતે કરી શકો એ વિશે બાળકોને માર્ગદર્શન અપાયુ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૯ : મેંદરડા ખાતે આવેલ અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલ માં ગુરુ પુનમ ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવેલી જેમાં
મેંદરડાના ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. સુખરામદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાળા પરિવાર વતી જુનાગઢ જિલ્લાના મેંદરડાના ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. સુખરામદાસજી મહારાજનુ પૂજન અર્ચન કરવામાં આવેલું બાળકો દ્વારા ગુરુનું ભાવપૂજન સાથે પુષ્પવૃષ્ટિ કરવામાં આવેલી આ સાથે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર દીપકભાઈ બલદાણીયા શાળાના સંચાલક હરેશભાઈ ભાખર, આચાર્ય મિત્રો, પલવીબેન માવાણી, નમ્રતાબેન ભાખર, જી.પી. હાઇસ્કુલ ના આચાર્ય મહેન્દ્રભાઈ ખુમાણ શિક્ષક સિંગલ શાળાના તમામ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
મેંદરડાના ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. સુખરામબાપુ દ્વારા બાળકોને શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે કરવું એમના જીવનની અંદર શિક્ષકોનું શું મહત્વ છે ગુરુઓનો શું મહત્વ છે એ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવેલું બાળક આવતીકાલનું ભવિષ્ય છે શાળા થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્ર ની સેવા કેવી રીતે કરી શકો એ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલું આ કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના સંચાલક હરેશભાઈ ભાખર દ્વારા કરવામાં આવ્યુ હતુ.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
