તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
ભાડલામાં માતાજીના મઢમાં મોટા અવાજે ટેપ વગાડવાની ના પાડતાં અક્ષયની ધોલધપાટ
સાહિલ, સિદવાને ધોકાથી ફટકારતાં રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૧: જસદણના ભાડલા ગામે રહેતાં યુવાન પર તેના જ કુટુંબી એવા બે યુવાને ધોકાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. માતાજીના મઢમાં તેણે મોટા અવાજે ટેપ વગાડવાની ના પાડતાં ડખ્ખો થયો હતો.
જાણવા મળ્યા મુજબ ભાડલામાં રહેતો અક્ષય ઉમેશભાઇ સોલંકી (ઉ.વ.૨૦) રાતે અગીયારેક વાગ્યે કુટુંબના શક્તિ માતાજીના મઢ પાસે હતો ત્યારે કુટુંબના જ સાહિલ અને સિદવાને ઝઘડો કરી ધોકાથી બેફામ માર મારતાં મોઢા, શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.
અક્ષય ત્રણ ભાઇમાં નાનો છે અને ખેત મજૂરી કરે છે. તેના માતાના કહેવા મુજબ મઢમાં સાહિલ સહિતના મોટા અવાજે ટેપ વગાડતાં હોઇ અક્ષયએ તેને આવુ કરવાની ના પાડતાં બોલાચાલી થઇ હતી. બાદમાં અક્ષયને ધોકાથી માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
