<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

૩૦ ગુન્‍હામાં સંડોવાયેલ સુરેન્‍દ્રનગરના અલી નથુ ડફેરની ધરપકડ

રાજકોટ રેન્‍જ અને સુરેન્‍દ્રનગર પોલીસ ટીમે ૧૦ દિવસ તપાસ કરીને ઝડપી પાડયો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૧૯: સુરેન્‍દ્રનગર ના ઇંગરોળી નજીકથી કુખ્‍યાત આરોપી અલી નથુ ડફેરની ધરપકાર કરવામાં આવી છે ત્‍યારે ૩૦ થી વધુ ગુનામાં અલી નથુ ડફેર ફરાર આરોપી હતો અને તેની શોધખોળ માટે રાજકોટ રેન્‍જની ટીમને કામે લગાવવામાં આવી હતી ત્‍યારે દ્વારકા જામનગર રાજકોટ સુરેન્‍દ્રનગર ની રેન્‍જ આઇ.જી ની ટીમો દ્વારા સુરેન્‍દ્રનગરમાં ધામા નાખવામાં આવ્‍યા હતા લખતર પાટડી સહિતના ગામડાઓમાં આ ટીમો દ્વારા સઘનન ચેકિંગ કામગીરી અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદ અને વિરમગામ ની પોલીસની ટીમો પણ આ આરોપીને પકડવા માટે મેદાનમાં ઉતારવામાં આવી હતી તાજેતરમાં સુરેન્‍દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વેપારી સાથે અપહરણ કરી અને ૧.૫૦ લાખથી વધુની લૂંટ કરવામાં આવી છે અને સોનાના ચેન ની પણ લૂંટ કરવામાં આવી છે ત્‍યારે આ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ થયા બાદ રાજકોટ રેન્‍જની ટીમ દ્વારા ગમે તે સંજોગે આ આરોપીની ધરપકડ કરવા માટેના આદેશ પોલીસ અધિકારીઓ અને ટીમોને આપવામાં આવ્‍યા હતા.

સુરેન્‍દ્રનગર પોલીસની જાણ બહાર રાજકોટ રેન્‍જ આઈ જી દ્વારા સુરેન્‍દ્રનગરમાં અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવી હતી લખતર તાલુકાના દેવળીયા તલસાણા ભાથરીયા સાકર ડેરવાળા સહિતના ગામોમાં ટીમો સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવી હતી આ ઉપરાંત સુરેન્‍દ્રનગરના પાટડી તાલુકાના ગેડિયા ખેરવા માલવણ બજાણા ઇંગરોળી સહિતના ગામોમાં અલગ અલગ વેશ પલટો કરી અને પોલીસ દ્વારા ધામા નાખવામાં આવ્‍યા હતા જેમાં રાજકોટ રેંજની ટીમો દ્વારા રાત્રિ દરમિયાન ડ્રોન પણ ઉડાવવામાં આવતા હતા એક આરોપીને પકડવા માટે રેન્‍જની ટીમો સક્રિય થઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

અલી ડફેરનો ભાઇ રસુલ પર પેરલ જમ્‍પ છે તેને  શોધવા માટે પણ લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ અને સ્‍થાનિક પોલીસની ટીમોને આજથી જ કામે લગાવી દેવામાં આવી છે.

(11:02 AM IST)