News of Monday, 6th July 2026
વિસાવદરનાં દુધાળા (ગીર)નાં વતની ફરજાનિષ્ઠ ફોરેસ્ટર અલીભાઈ બ્લોચનો માળીયા હાટીના ગામે ભવ્ય વિદાય સમારોહ યોજાયો
ધારાસભ્ય, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૬: વિસાવદરનાં દુધાળા (ગીર)નાં વતની ફરજાનિષ્ઠ ફોરેસ્ટર અલીમહમદભાઈ વલીમહમદભાઈ બ્લોચ સેવા નિવૃત થતા માળીયા હાટીના ગામે ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, પરિવારજનો ઉપસ્થિતિ રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના મુકામે વન વિભાગમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા દુધાળા ગીરના વતની અલીભાઈ વી. બ્લોચ વયમર્યાદા મુજબ તા. ૩૦-૬-૨૦૨૬ ના રોજ નિવૃત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ રેન્જ ફોરેસ્ટ કચેરી ખાતે માંગરોલના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ. જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા, જી.પ. દંડક રામભાઈ, માજી જી. પ. સદસ્ય કરમટાભાઈ, તાલુકા ભાજપના બહાદુરસિહભાઈ, ઝંકાતભાઈ, જોટવાભાઈ, જિલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ અબ્દુલ્લાહ બાપુ, ભાજપના વરિષ્ઠ આગેવાનો વિરેન્દ્રભાઇ સાવલીયા, નીતિનભાઈ કપૂરીયા, સામાજિક આગેવાન ભલાભાઈ ખાંભા ગીર, સી.વી.જોશી વિસાવદર, જી.વી.જોશી, જુનાગઢનાં ડો. ભરતકુમાર સવજીભાઈ ઝાલાવાડીયા, ડો.આકાશ હસમુખભાઈ કોરાટ, ડો. કેવલ પોંકિયા, વનવિભાગના ડીએફઓ પ્રશાંત તોમર, રિટાયર્ડ એસીએફ વાઘેલા, ભીમાણી, આરએફઓ મકવાણા, દેવળીયા, આંબલીયા, વેગડા તથા વનવિભાગના નિવૃત તથા હાલ ફરજ બજાવતા વર્ગ ૨, ૩, ૪ના કર્મચારી ભાઈઓ તથા બહેનો, વર્કચાર્જ શ્રમિકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમસ્ત ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બલોચ, હોદેદારો હનીફભાઇ વલાદાર સરપંચ , રફીકભાઇ સુરવા રિટાયર્ડ આરએફઓ, હુશેનભાઈ સરપંચ દ્રોણ, અબ્બાસભાઈ ભાચા, અલ્તાફભાઇ સરપંચ જાવંત્રી, યારૂભાઈ સરપંચ દુધાળા, જુમાભાઈ દુધાળા, ભુરાભાઈ, રસીદભાઈ તથા અલીભાઈના પરિવારજનો હાજીભાઇ, અહેમદભાઈ, પીરુભાઈ, વિસાવદર તાલુકા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ રહીમદાદભાઈ બ્લોચ, બંને પીએસઆઈ પુત્રો અસલમ તથા એઝાઝ સહિત વિશાળ સંખ્યામાં શુભેચ્છકો, સ્નેહીજનો તેમજ ખાસ મુંબઈથી કાદરભાઈએ હાજર રહી અલીભાઈનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી, ફુલહાર પહેરાવી, પુષ્પગુચ્છ અર્પણ કરી, શ્રીફળ સાકરનો પડો અર્પી ભવ્ય સન્માન સાથે વિદાયમાન આપવામાં આવ્યું હતું
વિવિધ વક્તાઓએ પોતાના વક્તવ્યમાં અલીભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રમાણિકતાની સરાહના કરી હતી. કિરણબેન પીઠીયા (ફોરેસ્ટર)એ અલીભાઈ સાથેના ફરજકાળને પિતા સાથે નોકરી કરતા હોય તેવો અનુભવ ગણાવી અલીભાઈની વન્યપ્રાણીની સુરક્ષા, પર્યાવરણ, પકૃતિ પ્રત્યેનો પ્રેમ, વનની સુરક્ષાનો બદલો અલીભાઈને પરમાત્માએ બે પુત્રોને પીએસઆઈ બનાવી પુરસ્કાર આપ્યાનું જણાવેલ હતું.
મેહમાનોનું શબ્દોથી સુંદર સ્વાગત માળીયા હાટીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.એમ.મકવાણા દ્વારા કરાયુ હતું. આભાર વિધિ ગરીબખા બ્લોચ (ગડુ) તથા ફારૂકભાઈ વિસાવદર દ્વારા કરાઈ હતી. સમારોહનું આયોજન, ભોજન વ્યવસ્થા રેન્જ ફોરેસ્ટ કચેરી, માળીયા હાટીના કચેરી સ્ટાફ ખાણીયાભાઈ, પરમારભાઈ, ઈરફાનભાઈ તથા તથા અલીભાઈના ગુરુ જોશી સાહેબ, સ્નેહીજનો રમેશ, રામજી માજી સરપંચ પ્રતિનિધિ લાખાભાઇ દ્વારા કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગમાં વર્ષો સુધી ફરજાનિષ્ઠ ફોરેસ્ટર તરીકેની ઉમદા છાપ ધરાવતા અલીભાઈ બ્લોચના પિતાશ્રી વી.જે બ્લોચ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હતા અને તેમના બે પુત્રો પીએસઆઈ છે. ઉપરાંત તેઓનાં લઘુબંધુ રહીમદાદભાઈ બ્લોચ દુધાળા(ગીર)નાં પૂર્વ સરપંચ અને હાલ વિસાવદર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તથા બ્લોચ મકરાણી સમાજના વરિષ્ઠ અગ્રેસર છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
