<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમી પર્વ નિમિત્તે યોજાનાર રાવણદહન કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ: રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં વિશાળ પૂતળાં ઉભા કરાયાં

અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન આ ભવ્ય ઉત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડશે શહેરીજનો : નગરજનોમાં ભારે ઉત્સાહનો માહોલ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન પવિત્ર વિજયાદશમી (દશેરા) પર્વની ઉજવણીના ભાગરૂપે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ભવ્ય રાવણદહન કાર્યક્રમને લઈને તંત્ર અને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપીને પૂર્ણ કરી દેવામાં આવી છે. કાર્યક્રમની પૂર્વસંધ્યાએ જ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે અસુરી પ્રવૃત્તિઓના પ્રતીક સમાન રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં અત્યંત આકર્ષક અને વિશાળ કદનાં પૂતળાં તૈયાર કરીને સુરક્ષિત રીતે ઊભાં કરી દેવામાં આવ્યાં છે.

આગામી આવતીકાલે સાંજના સુમારે યોજાનાર આ ભવ્ય રાવણદહન મહોત્સવને લઈને સમગ્ર પ્રદર્શન ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારમાં ભારે ઉત્સવ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. દશેરાના આ પર્વ નિમિત્તે યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં રાત્રે કે સાંજના સમયે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં આ વિશાળ પૂતળાંનું ભવ્ય અગ્નિદહન કરવામાં આવશે.

પરંપરાગત રીતે યોજાતા આ દિલધડક અને આકર્ષક કાર્યક્રમને પ્રત્યક્ષ નિહાળવા માટે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં નગરજનો તથા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવી વ્યાપક અપેક્ષા છે. આ ભવ્ય આયોજનને લઈને જામનગરવાસીઓમાં ભારે થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(10:22 PM IST)