તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ગોંડલના આઇકોનીક મેળામાં યુવકની હત્યા કરનારા પાંચેય આરોપી વોરા કોટડા રોડ ઉપર આવાસ વિસ્તારમાં રહેતા હોવાનું ખુલ્યુ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ તા.૧૧: ગોંડલમાં આઇકોનીક મેળામાં લોકોની ભીડ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યારો છરી લઇ કઇ રીતે પંહોચ્યો અને નિર્દોષ વેપારી યુવાનની સરાજાહેર છરીનાં ઘા મારી હત્યા કરી તે ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.હત્યા કરનાર પાંચેય શખ્સો ગોંડલનાં વોરાકોટડા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેછે. ગોંડલની દર પાંચ ક્રાઇમની ઘટનામાં ત્રણ ઘટનાઓનો છેડો આવાસ ક્વાર્ટર તરફ નિકળે છે.
વોરાકોટડા રોડ તથા આવાસ વિસ્તાર ગોંડલ નો મીની જંગલેヘર ગણાય છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ પણ ખડકાઈ ગયા છે.
આવાસ યોજના અંતર્ગત અહી ૧૬૦૦ ક્વાર્ટર છે.સરકારી નિયમ મુજબ જે લાભાર્થી ને ક્વાર્ટર ફાળવાયુ છે તે ક્વાર્ટર ભાડે આપી શકતા નથી કે વેચી શકતા નથી.પરંતુ આવાસ યોજના નાં કેટલાક ક્વાર્ટર ભાડે આપી દેવાયા છે.તો કેટલાકનું ગેરકાયદેસર વેચાણ કરી દેવાયુ છે.અહી દેશી વિદેશી દારુ,ચરસ,ગાંજો,નશીલો પાવડર કે ડ્રગ્સનું છુટ થી વેચાણ થઇ રહ્યુ છે.ગોંડલમાં ક્રાઇમની ઘટનાઓમાં મોટેભાગે ગુનેગારોને આવાસ વિસ્તારમાં પનાહ મળે છે.અહી પાછલા સમયમાં ચાર જેટલી હત્યાઓ થઇ છે.જે પૈકી મહીલાની હત્યાની ઘટનાનો ભેદ આજ સુધી ખુલવા પામ્યો નથી.વિદેશી દારુનો અહી મોટો વેપલો ચાલી રહ્યો છે.
આવાસ સામે સબ જેલ આવી છે.પોલીસની ગાડીઓની રોજીંદા આવન જાવન રહેતી હોવા છતા રીઢા ગુનેગારોનાં પેટનું પાણી હલતુ નથી.
પોલીસ તંત્ર બધુ જ જાણતુ હોવા છતા કોઇ નક્કર પગલા લેવાતા નાં હોય ગુન્હાખોરીને છુપુ પ્રોત્સાહન મળતુ રહ્યુ છે. વાસ્તવ માં આ વિસ્તાર માં તંત્ર દ્વારા મેગા ઓપરેશન કરી ગેરકાયદેસર પ્રવળત્તિઓ તથા બાંધકામ દુર કરી ફુલીફાલેલી ગુનાખોરીને કાબુમાં લેવી જરુરી બન્યુ છે
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
