તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ઇફકોના તમામ યુનિટ પર સ્થાપક રાજવી ઉદયભાણસિંહજીની પ્રતિમા મૂકાશે

રાજકોટઃ (ઇફકો)ના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ સંસ્થાના સ્થાપક પોરબંદર સ્ટેટના તત્કાલીન મહારાજકુમાર શ્રી ઉદયભાણસિંહજી નટવરસિંહજી જેઠવાની પ્રતિમા ઇફકોના તમામ યુનીટ પર મુકવાની જાહેરાત કરી છે.
શ્રી ઉદયભાણસિંહજીનો જન્મ તા.પ ઓકટોબર ૧૯૧૦ ના દિવસે અને દેહવિલય ર૦ જુલાઇ ૧૯૭૭ના દિવસે થયો હતો.
શ્રી ઉદયભાણસિંહજી સહકારી ચળવળના અગ્રણી હતા. તેઓ ઇફકોના સ્થાપક ચેરમેન હતા. જમીન વિકાસ બેંકના ચેરમેન તરીકે પણ રહી ચુકયા છે.
ગુજરાતમાં સહકારી પ્રવૃતિના માધ્યમથી આર્થીક વિકાસને વેગ આપવા તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. સહકારી ક્ષેત્રની તેમની સેવાને ધ્યાને લઇને ઇફકોના બધા યુનીટ પર તેમની પ્રતિમા મુકવાનું શ્રી દિલીપ સંઘાણીએ જાહેર કર્યુ છે.
ઇફકોનુ વડુ મથક નવી દિલ્હીમાં છે. ઉપરાંત કંડલા, પારાદીપ, કુલપુર, અનોલા, બેંગ્લોર વગેરે સ્થળોએ યુનીટ આવેલા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ઇન્ડીયન ફાર્મસ ફર્ટીલાઇઝર કો.ઓપરેટીવ લી.ની સ્થાપના ૩ નવેમ્બર ૧૯૬૭ના દિવસે થયેલ. આ સંસ્થા જુદા જુદા પ્રકારના ખાતર બનાવે છે. વિશ્વની ટોચની સહકારી સંસ્થાઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
