<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે શનિવારે તમામ શાળા કોલેજો બંધ રહેશે

તમામ શાળા હાઇસ્કુલો કોલેજો આંગણવાડીઓ બંધ રહેશે: તમામ શિક્ષણ સ્ટાફે હેડ કવાટર્સ ના છોડવા અને હાજર રહેવા પણ ફરમાન

સુરેન્દ્રનગર : સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદના આગાહીના પગલે 1 ઓગસ્ટના રોજ તમામ શાળા કોલેજો બંધ રાખવા તંત્રનો આદેશ. એક ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી આપી છે કે ભારે વરસાદ થઈ શકે છે તે માટે કલેકટરની સૂચનાના અન્વયે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી અને એક ઓગસ્ટના રોજ તમામ શાળા હાઇસ્કુલો કોલેજો આંગણવાડીઓ બંધ રહેશે. તેમજ તમામ શિક્ષણ સ્ટાફે હેડ કવાટર્સ ના છોડવા અને હાજર રહેવા પણ ફરમાન કર્યું છે. આવતીકાલે ભારે વરસાદની આગાહીના લીધે કલેકટર કચેરીમાં પણ તમામ સ્ટાફને હાજર રહેવા અને પીજીવીસીએલ પોલીસ સહિતનો સ્ટાફ હાજર રહેવા પણ તાકીદ કરાઈ છે. લોકોને પણ નિચાણ વાળા વિસ્તારથી દૂર રહેવા અને બિનજરૂરી ઘરમાંથી બહાર ના નીકળવા અપીલ.

(7:00 PM IST)