<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ભાજપમાંથી ટીકીટ નથી મળી છતાં પાર્ટીના કામે લાગી ગયા છે તે તમામને અભિનંદન આપુ છુ...મંત્રી કાંતિલાલ અમૃતિયા

વિજયના સંકલ્પ સાથે મોરબી વોર્ડ નં 12 ના ભાજપ ઉમેદવારોનું કાર્યાલય ખુલ્લુ મુકાયુ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મનપાની ચુંટણી લડી રહેલા વોર્ડ નં 12 ના ભાજપના ચાર ઉમેદવારો રિષિપભાઈ નારણભાઇ કૈલા (પૂર્વ શહેર ભાજપ પ્રમુખ) બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, મેઘાબેન દિપકભાઈ પોપટ, શીતલબેન વઘાળિયા માટેના કાર્યાલયને મંત્રી કાંતિલાલ અમૃતિયા ના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકવમાં આવ્યુ હતુ.

    આ તકે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદની, મતદારોને ઉમેદવાર રિષિપભાઈ કૈલાએ સ્વાગત પ્રવચન કર્યા બાદ બ્રિજેશ કુંભરવાડીયાએ જણાવ્યુ હતુ આપ તમામના સાથ સહકારથી અમારી આખી પેનલ વિજયી બનશે તેવો આત્મવિશ્વાસ પ્રબળ બન્યો છે.  તો મહિલા ઉમેદવાર અને પૂર્વ કાઉન્સિલર મેઘનાબેન પોપટ જણાવ્યુ હતુ કેમ આ ચુંટણી એ મૂળભૂત જરૂરિયાતો પુરી તો કરવાની જ છે સાથો સાથ વોર્ડ નં 12 ના વિકાસ માટેની ચુંટણી છે તેમણે આખી પેનલને વિજયી બનાવવા અપીલ કરી હતી તો મહિલા ઉમેદવાર શીતલબેન વઘાળિયાએ મતદારોને સંબોધી જણાવ્યુ હતુ કે અમો આપે અમારા પર મુકેલ વિશ્વાસમાં ખરા ઉતરશું અને અમે સ્ત્રી હોવાથી બહેનોની સમસ્યાઓ જેવી કે, પાણી, સફાઈ, ગટર સહીતની સમસ્યાઓ સમજી શકીએ છીએ અને તે સમસ્યાઓનો અંત લાવીશુ.
  ભાજપ અગ્રણી જયંતિભાઈ પટેલે પેનલના ચારે ચાર ઉમેદવારોને પાણીદાર ગણાવ્યા હતા. અને મોદીના શાસનમાં પંચાયત થી પાર્લામેન્ટ સુધીના વિકાસની ગાથા વર્ણવી હતી. પોતે કોંગ્રેસમાં હતા ત્યારે ચાર વખત બળવો થયાનું જણાવ્યુ હતુ.
પૂર્વ મંત્રી જ્યંતિભાઈ કવાડીયાએ હાલમાં ડબલ એન્જિનની સરકાર હોવાનું અને અહીંથી ત્રીજું એન્જીન જોડવા પેનલને ચૂંટી કાઢવા જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યું હતુ કે, કોર્પોરેશન માં જે આજુબાજુના ગામો ભેળવાયા ત્યાં પણ વિકાસના કામો થતા હોવાનું તે ગ્રામજનો જણાવે છે. ઉમેદવારો તો ચૂંટાઈને કામ કરશે પણ અહીં બેઠેલા આગેવાનોની પણ એ જવાબદારી રહેશે.
આ તકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે આજે કોર્પોરેશન બનતા 100 કરોડના બજેટની જગ્યાએ 1200 કરોડનુ બજેટ થયુ છે. બ્રિજ, અંડરબ્રિજ સહીત અનેક વિકાસના કામો થશે આપના સાથ અને સહકારથી મયુરનગરી રાજકોટથી વિશેષ બનશે.
મંત્રી કાંતિલાલ અમૃતિયા એ જણાવ્યુ હતુ કે, વિકાસ માટે ચેનલ જોઈએ જે સામે વાળા કોઈ પાસે નથી. ગરીઓ જારી કાંઈ નથી. પ્રજા માટે લાગણી તો આ જેન્તીભાઇ પટેલ જેવી હોવી જોઈએ 6-6 વખત અમે સામસામે લડ્યા અંતે મોદી સાહેબની વિકાસ યાત્રામાં જોડાઈ ગયા. તેમણે પાણી, ગટર, રોડ સહીત તમામ કામ થવાના હોવાનુ જણાવવા સાથે જે લોકોને ટીકીટ નથી મળી તે લોકો પણ કમળના કામે લાગી ગયા છે તે તમામને અભિનંદન પાઠવ્યા હતા.
 આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, પૂર્વ મહામંત્રી જેઠાભાઇ મીંયાત્રા, કે. એસ. અમૃતિયા, જયુભા જાડેજા, પ્રદીપભાઈ વાળા, આપાભાઇ કુંભરવાડીયા, અનિલભાઈ વરમોરા, પ્રજ્ઞેશભાઈ વાઘેલા, હસુભાઈ પંડ્યા, વેલજીભાઇ ઉઘરેજા, જયદીપભાઈ કંડિયા, પરેશભાઈ કચોરિયાં, જમનભાઈ, નિમિષ અંતાણી, પ્રભુભાઈ ભૂત, જયરાજસિંહ જાડેજા, સિરામિક પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, ગિરીશ ઘેલાણી, ચતુરભાઈ દેત્રોજા, કાજલબેન ચંડીભમર, મયુરીબેન કોટેચા સહીત અનેક અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(4:43 PM IST)