<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ભાણવડમાં જાહેરમાં હત્‍યા કરનાર ત્રણેય આરોપી ઝડપાઇ ગયા

ખંભાળીયાઃ ભાણવડ પોલીસ સ્‍ટેશન જી.પી. એક્‍ટ ૧૩૫(૧) મુજબનો ગુન્‍હો તા.૧૮/૧૦/૨૦૨૬ ના રોજ જાહેર થયેલ કે, આ કામેના ફરીયાદીના દિકરા મરણ જનાર વિજયભાઇ રાજુભાઇ પરમાર ઘરેથી પોતાની છકડો રીક્ષા લઇને જતા હોય દરમ્‍યાન તેના ઘરથી થોડે જ આગળ સબ સ્‍ટેશન પાસે પહોચતા સામે આરોપી નં.(૧) ઇનાજ ઇસ્‍માઇલભાઇ ધુધા ફોર વ્‍હીલર લઇ ને મળતા બંને વચ્‍ચે બોલાચાલી થતા તથા પાછળથી મો.સા. લઇ ને આરોપી નં.(ર) હુશેન ઉર્ફે ભુટીયો જુમાભાઇ મામદભાઇ ઘુઘા તથા (૩) અસલમ ઇશાકભાઇ હીંગોરા આવેલ અને મારામારી કરવા લાગેલ. દરમ્‍યાન દેકારો સંભળાતા ભોગ બનનારના પિતા પણ આવેલ તેમને પણ આરોપીએ માર મારેલ અને ભોગ બનનારને છરીના ઘા જીકી નાશી ગયેલ અને ભોગ બનનાર વિજયનું સારવાર દરમ્‍યાન મરણ થયેલ અને આ બાબતે ગુન્‍હો જાહેર થયેલ. આમ ભાણવડ પોલીસ દ્વારા મર્ડરના બનાવ બન્‍યાના ગણતરીના કલાકોમા ત્રણેય આરોપીને ઝડપી લીધેલ છે. આ કામગીરી કરનાર (૧) પોલીસ ઇન્‍સ્‍પેકટર, વી.કે. કોઠીયા, પો.સબ.ઇન્‍સ. એમ.આર.બારડ, એએસઆઇ જયદેવસિંહ ભીખુભા જાડેજા,  રાજાભાઈ નાથાભાઇ ગોજીયા, રધુભાઇ દેવુભાઇ સાખરા, દુદાભાઇ જગમાલભાઇ લુવા, દિવ્‍યરાજસિંહ પળથ્‍વીરાજસિંહ જાડેજા, કિશોરસિંહ ચંદુભા જાડેજા, એચસી નારણભાઇ પબાભાઇ બેલા, જીતુભાઇ સામરાભાઇ જામ, મયુરસિંહ નટુભા જાડેજા, વિપુલભાઇ ગગુભાઇ હેરભા, પીસી પ્રતાપભાઇ જેઠાભાઇ કેશવાલા તથા લાલાભાઇ ફોગાભાઇ ખાટલીયા એ કરી હતી.

(1:22 PM IST)