તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
ધ્રાંગધ્રાના ચર્ચિત પોપટ ભરવાડ હત્યા કેસમાં ૩ આરોપીને આજીવન કેદ, કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ત્રણ મુખ્ય આરોપીઓને સજા ફટકારી જેલ હવાલે કરાયા

(ફેઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ તા.૩૦: ૨૦૧૨ માં ખારી શેરી ના યુવક પોપટ ભરવાડ ની ધાંગધ્રામાં હત્યા થઈ હતી ત્યારબાદ ભરવાડ સમાજ અને ક્ષત્રિય સમાજ બંનેની હાજરીમાં સમાધાન પણ થયું હતું પરંતુ ધાંગધ્રા સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ દિલીપસિંહ બચુભા ઝાલા, મહાવીરસિંહ ઉર્ફે માવસંગ મેરૂભા ઝાલા અને પરેશ રબારી ત્રણેયને આજીવન કેદની સજા ફટકાર રહી છે અને જેલ હવાલે કરી દેવાય છે.
સુરેન્દ્રનગરજિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં વર્ષ ૨૦૧૨માં દ્યટેલી ચર્ચિત અને સનસનાટીભર્યા પોપટ ભરવાડ હત્યા કેસમાં આખરે અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે કેસની તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની આકરી સજા ફટકારી છે.
ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપી દિલીપસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા અને પરેશ રબારીને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવ્યા છે. કોર્ટ દ્વારા ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવતા જ પોલીસ કાફલા દ્વારા તેમને તાત્કાલિક કસ્ટડીમાં લઈ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
