તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 24th September 2026
અમેરિકાના સેવાભાવી ડો. નીતિનભાઈ દોશીએ જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવ્યો
ક્લેફ્ટ લીપ, તાળવા અને ક્રેનિયોફેશિયલ ખોડખાંપણ સાથે જન્મેલા દરેક બાળક માટે નિઃશુલ્ક સર્જરી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા.૨૪: અમેરિકા સ્થિત સેવાભાવી ડો. નીતિનભાઈ દોશીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. તેઓ માથા તથા ચહેરાની જન્મજાત ખોડખાંપણ સાથે જન્મેલા બાળકો માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે દોશી સ્માઇલ્સ સંસ્થા દ્વારા આ મિશનને વધુ વેગ આપવામાં આવ્યો છે.ભારતમાં આ સમગ્ર પહેલ (ક્રેનિયોફેશિયલ સર્જિકલ સંભાળ) નું ભંડોળ ફક્ત ડો. નીતિનભાઈ દોશી અને તેમના પરિવાર દ્વારા જ પૂરું પાડવામાં આવે છે. સારવાર કે રિકવરીના કોઈપણ તબક્કે દર્દીઓ પાસેથી કોઈ ખર્ચ લેવામાં આવતો નથી. દોશી સ્માઇલ્સ ભારતમાં હાલમાં એકમાત્ર સંસ્થા છે જે નિઃશુલ્ક ક્રેનિયોફેશિયલ સર્જિકલ સંભાળ પૂરી પાડે છે.
આ અંગે ડો. નીતિનભાઈ દોશીએ જણાવ્યું હતું કે, આ કામ મારા જીવનથી અલગ કંઈ નથી.આ મારા જીવનનો હેતુ છે.મારા જન્મદિવસે સૌથી મોટી સેવા ભેટ છે.
દોશી સ્માઇલ્સ ભારતના અનેક રાજ્યોમાં કેન્દ્રો ચલાવે છે, જેને નિષ્ણાત સર્જનો અને સંભાળ ટીમોનો ટેકો મળે છે. જ્યાં સર્જરી, રિકવરી સપોર્ટ અને લાંબા ગાળાની ફોલો-અપ સંભાળ એવા દર્દીઓને પૂરી પાડવામાં આવે છે જેમને અન્યથા આ સુવિધા ઉપલબ્ધ ન હોત.
દોશી સ્માઇલ્સ એક બિનનફાકારક સંસ્થા છે જે ભારતભરમાં ક્લેફ્ટ લીપ, ક્લેફ્ટ પેલેટ, મેક્સિલોફેશિયલ અને ક્રેનિયોફેશિયલ સ્થિતિઓ માટે નિઃશુલ્ક સર્જિકલ અને વ્યાપક સંભાળ પૂરી પાડે છે, જેને સંપૂર્ણપણે ડો. નીતિન દોશી અને તેમના પરિવાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે.
ડો. નીતિન દોશીને જન્મ દિવસ નિમિત્તે ડો. ક્રિષ્ના શર્મા રાવ (બેંગ્લોર), ડો. ચેથના કે (બેંગ્લોર), ડો. મુસ્તફા (મેંગલુરુ), ડો. જયંત (કળષ્ણગિરી, તમિલનાડુ), ડો. શિવા રેડ્ડી (વિશાખાપટ્ટનમ), ડો. શોભન મિશ્રા (ભુવનેશ્વર), ડો. ઋષભ શાહ (અમદાવાદ), અને ધરતી રત્ન એવોર્ડ થી સન્માનિત ડો. શ્યામ શેઠ સહિત અનેક ડોક્ટરોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરાજી માનવ સેવા યુવક મંડળના ભોલાભાઈ સોલંકી એ દોશીને શુભેચ્છાઓ પાઠવી હતી.
ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં જન્મજાત ફાટેલા હોઠ અને તાળવા અને માથા અને ચહેરાની ખોડખાંપણ ધરાવતા બાળકોના વિનામૂલ્યે સારવાર માટે સંપર્કઃ ૯૮૯૮૭૦૧૭૭૪ અને ૯૮૯૮૭૧૫૭૭૫સંપર્ક કરવો
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
