<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

અમિતભાઈ શાહના બાંગ્લાદેશી તથા ઘૂસણખોરોને વીણી વીણીને પકડવાના અભિયાન હેઠળ દ્વારકામાં કાર્યવાહી : ખંભાળિયામાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી ઝડપાયો

ઘૂસણખોરોને પકડવાના અભિયાનમાં દ્વારકા પોલીસની સફળતા, એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં તપાસ શરૂ : ડીવાયએસપી મીત રૂદલાલની દેખરેખ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩ :  ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા બાંગ્લાદેશી તથા ઘૂસણખોરોને વીણી વીણીને પકડવાના ચાલી રહેલા અભિયાન અંતર્ગત દ્વારકા જિલ્લામાં પણ પોલીસે દરોડા અને ચેકિંગ હાથ ધર્યું હતું. 

 

આ કાર્યવાહી દરમિયાન ખંભાળિયા વિસ્તારમાંથી એક શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ઝડપાયેલા શખ્સની સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે. 

 

ડીવાયએસપી મીત રૂદલાલની દેખરેખ હેઠળ પોલીસ દ્વારા આ શખ્સ બાંગ્લાદેશી છે કે કેમ અને તે ક્યારથી તથા કયા હેતુસર અહીં રહેતો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ઘૂસણખોરો સામેના અભિયાનમાં દ્વારકા પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે.

(11:58 AM IST)