હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમરેલીઃ નાગલનેશ ધામમાં કાલે નવચંડી યજ્ઞ-મહાપ્રસાદનું આયોજન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૧: જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના શીરોડા ગામે નાગલનેશ નામની જગ્યા આવેલી છે. આ જગ્યામાં આઈ શ્રી નાગબાઈ માં, મનુમા બિરાજમાન છે. આ જગ્યામાં આહીર સમાજ, મેર સમાજ, કાઠી સમાજ કે અઢારે વર્ણના લોકો મનુમાને દર્શન કરવા ખૂબ જ જાય છે.
રવિવારનું મહત્વ હોવાથી રવિવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો માતાજીના થડાનું અને મનુમાના દર્શન કરે છે. રવિવારે મનુમા આસ્થાનું કેન્દ્ર એટલા માટે છે કે કોઈપણને પ્રશ્ન હોય તેનું નિવારણ પણ થઈ શકે છે અને પૂછે તેનો જવાબ પણ મળે છે. જેને કારણે લોકોને પહોળી સંખ્યામાં મનુમાના દર્શન કરવા રવિવારે જાય છે.
તેમજ ધાર્મિક તહેવારો પણ અહીં ઉજવવામાં આવે છે. તાજેતરમાં તા. ૨૨-૧૦-૨૦૨૬ ને ગુરુવારે નવચંડી યજ્ઞ હવન શરૂ થશે. નાગબાઈ માના સાનિધ્યમાં થડાનું પૂજન અને નવચંડી યજ્ઞ હવન દર વર્ષની જેમ રાખવામાં આવે છે.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. તમામ વ્યવસ્થા અશોકભાઈ ગઢવી તરફથી કરવામાં આવે છે અને પ્રસાદની વ્યવસ્થા પણ બપોરે રાખવામાં આવે છે. તો હવનનો લાભ લેવો એ પણ મહત્વ છે.
તો ઉપસ્થિત રહેવા નાગલનેશ સેવક સમુદાયને અઢારે વર્ણને નાગલનેશ તરફથી આમંત્રણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આઈ શ્રી નાગબાઈ માં, પીઠળ માં, ચામુંડ માં ના સાનિધ્યમાં આ યજ્ઞ થશે. દેવબાઇ માં હવન યજ્ઞ અનેક લોકો આવે છે અને અમે અંધશ્રદ્ધા દોરા ધાગા એમાં કોઈ માનતા નથી અમે માત્ર નાગબાઈ માની જ કળપાથી લોકોને વિશ્વાસ હોવાથી અહીં આવે તે રાજી થઈને જાય છે અને બીજી વાર પાછા આવે છે કે માં અમારો કાર્ય સારું થઈ ગયું છે આમ મનુમાના તેમજ નાગબાઈ માં ના પ્રતાપે દર્શને આવે છે અને રાજી થઈને જાય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
