તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
૪ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેતી અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૯ : અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે ૪ નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધા છે.
હર્ષદ શામળજીભઇ ઉર્ફે શામળભાઇ વ્યાસ ઉ.વ.૭૬ ધંધો નિવૃત સમીર હર્ષદભાઇ વ્યાસ ઉ.વ.૫૦ ધંધો સ્ટોક માર્કેટ ટ્રેડિંગ નીરજ હષૃદભાઇ વ્યાસ જે હાલ. સ્વામી નિજાનંદગીરી ગુરૂ નિરંજનદેવ ઉ.વ.૪૪ ધંધો . સેવા પૂજા આરોપી નં. (૧)થી (૩) નીજાનંદ આશ્રમ, વાસણા તા. સંખેડા જિ. છોટા ઉદેપુર શાળમજી ઉર્ફે શામળભાઇ વ્યાસ ઉ.વ. ૭૨ ધંધો સેવા પૂજા રહે. ૧૩, ગોકુલધામ એપાર્ટમેન્ટ વેજલપુર જિ. અમદાવાદને ઝડપી લીધા છે.
આ કામગીરી સી.પી.વાઘેલા પો. ઇન્સ. શ્રી એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો. સબ. ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના એ.એસ.આઇ. અજયભાઇ એમ. સોલંકી અના. હેડ કોન્સ. બી.બી. ચોૈહાણ, પો. કોન્સ. ધરતીબેન લીંબાસીયા, આઇ.ટી. એકસપર્ટ ધારાબેન ઠક્કર તથા આઉટ સોર્સ ડ્રાઇવર અશ્વિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલા હતા.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
