તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
રૂ.૩૦,૦૦૦ વ્યાજે લીધેલ ઓનલાઈન તથા રોકડ રૂ.૭૯,૮૦૦ આપી દેવા છતા અમરેલી બહારપરામાં રહેતા વેપારી પાસે વધુ વ્યાજની માંગણી કરી ધમકી
અમરેલીની મહિલાએ વગર લાયસન્સે ઉચા વ્યાજે નાણા આપી વધુ વ્યાજ માંગી ધમકી આપ્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૩: અમરેલીમાં ભરતભાઈ રવજીભાઈ સોલંકી ઉ.વ.૪૫ના પત્નિને એપેન્ડીસના ઓપરેશનના કામે પૈસાની જરૂરીયાત હોય. જેથી ભરતભાઈએ આરોપી પુજાબેન સેલાણી પાસેથી રૂ.૩૦,૦૦૦ ૬૦ટકા લેખે લીધેલ હોય. જે બાબતે ભરતભાઈએ આજ દિન સુધી ઓનલાઈન તથા રોકડ મળી કુલ રૂ.૭૯,૮૦૦ આરોપીને આપેલ હોવા છતા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજમાગી વગર લાયસન્સે નાણાધિરધારનો ધંધો કરી ભરતભાઈને એનકેન પ્રકારે હેરાન કરી ગુન્હો કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
યુવાનનું મોત
અમરેલી કૈલાશ મુકિતધામ પાસે રામજીભાઈ ભુપતભાઈ ડાભી ઉ.વ.૪૦ના ભત્રીજા અર્જુનભાઈ છગનભાઈ ડાભી પોતાનું બાઈક જી.જે.૧૪બી.એમ.૮૧૬૮ લઈને સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર જતા હોય. તે દરમ્યાન કોઈ અજાણ્યા ભારવાહક રીક્ષા ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી રીક્ષાનો વળાંક લેતા રીક્ષાનું સ્ટેરીંગ અર્જુનભાઈના બાઈકને અડી જતા બાઈકનું બેલેન્સ ન રહેતા બાઈક ઉપરથી પડી જતા ડાબી બાજુ પાંસળીમાં ગંભીર ઈજા કરી ફ્રેકચર કરી શરીરે નાની મોટી ઈજા કરી મોત નિપજાવી નાસી ગયાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો
અમરેલી તાલુકાના ખીજડીયા રાદડીયા જંકશન રોડ ઉપર આવેલ રામાપીરના મંદિરના દરવાજાની ગ્રીલને પહોળી કરીને કોઈ અજાણ્યા શખ્સે મંદિરમાં રાખવામાં આવેલ દાનપેટીમાંથી અંદાજે રોકડ રૂ.પ હજારની ચોરી કરી લઈ ગયાનીસરપંચ જાદવભાઈ નાજાભાઈ ગળીયાએ અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
દિવાલ માથે પડતા વળધ્ધનું મોત
બગસરા તાલુકાના પીઠડીયા ગામે બચુભાઈ કુવરજીભાઈ વાઘેલા ઉ.વ.૭૫ ઘરની બહાર શેરીમાં દિવાલના ટેકે બેઠેલ હોય. તે દરમ્યાન દિવાલ માથે પડતા માથાના ભાગે ઈજા થતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું પુત્ર બહાદુરભાઈ બચુભાઈ વાઘેલાએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
લાઠીના હાવતડ ગામે યુવતી ગુમ
લાઠી તાલુકાના હાવતડ ગામે રહેતી યુવતી પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર પોતાની મેળે કયાંક જતા રહી ગુમ થયાનું યુવતીના પિતાએ દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
મોત
વડીયાના દેવળકી ગામે રહેતા પાર્થ ભુપતભાઈટોળીયાના માતા કાળીબેન ભુપતભાઈ ટોળીયા ઉ.વ.૫૦ને પગમાં દુખાવાની બીમારી હોય. જેથી જેતપુર પ્રાઈવેટ હોસ્પિટલમાં બતાવી પોતાના ગામ બાઈક લઈને પરત આવતા હોય. તે દરમ્યાન દેવળકી ગામની સીમ વિસ્તારમાં ચાલુ બાઈકે થુંકવા જતા બાઈકનું બેલેન્સ ગુમાવતા બાઈક સ્લીપ થઈ જતા બંને પડી જતાકાળીબેનને માથાના ભાગે ઈજા થતા નાકમાંથી લોહી નીકળતા પ્રથમ જેતપુર સરકારી દવાખાને સારવાર અપાવી જુનાગઢ સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજપરના તબીબે મળત જાહેર કર્યાનું વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
ધમકી
જાફરાબાદ તાલુકાના ટીંબી ગાામે નિમુબેન રમેશભાઈ વેગડ ઉ.વ.૩૫ના દિકરા કેવલભાઈ તથા તેના મિત્ર પિયુષસિંહ તેના ઘરની બહાર ઓનલાઈન ખરીદીની વાતચીત કરતા હોય. તે વખતે આરોપી હરજી ડાયાભાઈસરવૈયાએ કેવલભાઈ અને તેના મિત્ર પિયુષસિંહ પાસે વાપરવાના પૈસા માંગતા પૈસા આપવાની ના પાડતા હરજીને સારૂ નહિ લાગતા ઝગડો કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હ કર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રૌઢા ઉપર હુમલો
વડીયાના લુણીધાર ગામે રહેતા શાંતાબેન જયંતીભાઈ ચાવડા ઉ.વ.૫૦ તેના ઘરે હાજર હોય. તે દરમ્યાન આરોપીઓ સોમીબેન લાલજીભાઈ સોલંકી, નિરૂબેન મુકેશભાઈસોલંકી, લાલજી રામભાઈસોલંકી, મુકેશ લાલજીભાઈ સોલંકીએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી શાંતાબેનને કહેલ કે અમારી બાજુમાં આવેલ રસ્તે તેમ શું કામ ચાલો છો. તમને ચાલવાનો હકક નથી તેમ કહેતા શાંતાબેને કહેલ કે અમોને પણ તે રસ્તે ચાલવાનો હકક છે. તેમ કહેતા સોમીબેન તથા નિરૂબેન ગાળો બોલી લાલજી તથા મુકેશે કહેલ કે તેમ આને મારમારી પુરી કરીદયો તેમ કહેતા સોમીબેન તથા નિરૂબેને શરીરે ઢીકાપાટુ વડે મારમારી નિરૂબેને પથ્થર વડેડાબા પગના સાથળના ભાગે મારમારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યાની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
