તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
અમરેલીના ગજેરા કેમ્પસના ખેલાડીઓનો ડંકોઃ ૬૨મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં ૧૧ મેડલ
તાવીયા ગુંજલે ૩ સુવર્ણ સહિત ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું: કોચ અને ટ્રેનરના માર્ગદર્શન હેઠળ સંસ્થાએ મેળવી નોંધપાત્ર સિદ્ધિ

(અરવિંદ નિમેળ દ્વારા)અમરેલી તા.૩: તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી ૬૨મી ગુજરાત સ્ટેટ શૂટિગ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં રાજ્યભરના પ્રતિભાશાળી શૂટર્સ વચ્ચે અમરેલી જિલ્લાના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ, વિદ્યાસભા, અમરેલીની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)ના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સ્પર્ધામાં ગજેરા કેમ્પસના ખેલાડીઓએ કુલ ૧૧ મેડલ જીતીને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી હતી. જેમા તાવીયા ગુંજલ ૩ સુવર્ણ પદક,તાવીયા રીના ૨ સુવર્ણ પદક ,રાઠોડ રાજદીપ ૩ રજત પદક,બાંભણીયા રાજેશ ૨ કાંસ્ય પદક,વાઘેલા ખુશાલી૧ કાંસ્ય પદક.
ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ સ્કોર સાથે મેડલ મેળવી ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લાનું નામ સમગ્ર ગુજરાતમાં ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે.
આ સિદ્ધિ સંસ્થાની સુલ્લઢ રમતગમત પ્રણાલી, નિયમિત પ્રશિક્ષણ અને ખેલાડીઓની સત મહેનતનું ઉત્તમ પરિણામ છે. કોચ પુલકિતા નિમ્બાવાલા તથા ટ્રેનર હેમેન્દ્રભાઈ ઝાલાના અસરકારક માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આ ગૌરવપૂર્ણ સફળતા હાંસલ કરી છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ઘૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિજેતા ખેલાડીઓ, કોચ અને ટ્રેનરને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
