તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
જેતપુરના થાણા ગાલોલ ગામમાં રમતાં-રમતાં પાણીની કુંડીમાં પડી જવાથી 11 મહિનાના બાળકનું કરુણ મોત
બાળકનાં માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની: રમતાં-રમતાં બાળક પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી ગયું

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામમાં રમતાં-રમતાં પાણીની કુંડીમાં પડી જવાથી 11 મહિનાના બાળકનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળકનાં માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં, ત્યારે આ દુર્ઘટના બની હતી. રમતાં-રમતાં બાળક પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી ગયું હતું. ઘટનાની જાણ થતાં બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકના અચાનક મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
