તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
પોરબંદરમાં નાર્કોટીકસ એકટના ગુન્હામાં નાસી ગયેલો આરોપી ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧ર : નાર્કોટીકસ એકટના ગુન્હામાં નાસી ગયેલ મધ્યપ્રદેશના પ્રદીપ સીયારામને પોલીસે રેલ્વે સ્ટેશન પાસેથી પકડી લીધો હતો.
પો.હેડ કોન્સ. મોહીતભાઇ ગોરાણીયા તથા પો હેડ કોન્સ. અરજન અરભમભાઇ ઓડેદરાને બાતમી આધારે કમલાબાગ પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ. એકટની કલમ -૮ (સી), ર૦ (બી) (ર-એ), ર૯ મુજબના નાસતો ફરતો આરોપી પ્રદીપ સીયારામ ગુર્જર (ઉ.વ.ર૧) મધ્યપ્રદેશવાળો પોરબંદર જીલ્લામાં આવેલ હોય રેલ્વે સ્ટેશન બહાર મળી આવતા આરોપીને ગુન્હાના કામે અટક કરી કમલાબાગ પોલીસ સ્ટેશનને કાર્યવાહી માટે સોંપેલ છે.
નાર્કોટીકસ એકટના ગુન્હામાં ફરાર આરોપીને પકડવાની કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.જાડેજા, એ.એસ.આઇ. મહેબુબખાન બેલીમ, પો.હેડ કોન્સ. મોહીતભાઇ ગોરાણીયા, પો.હેડ કોન્સ. ભરતસિંહ ગોહીલ, પો.હેડ કોન્સ. હરદાસભાઇ ગરચર, પો.હેડ કોન્સ. અરજનભાઇ ઓડેદરા તથા ચંદ્રસિંહ જાડેજા રોકાયેલ હતા.(
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
