<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

જેતપુરમાં અગાસી પરથી પટકાતા યુવકના પગમાં આરપાર ઘૂસ્યો લોખંડનો સળિયો

ઇજાની જટિલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબો દ્વારા તેને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો

રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં અફઝલ અલારખા ઘાંચી નામનો યુવક મકાનની અગાસી પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પછડાટ દરમિયાન એક લોખંડનો અણીદાર સળિયો યુવકના પગની આરપાર નીકળી જવાથી સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. ઘટના બાદ તાત્કાલિક યુવકને સારવાર અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ઇજાની જટિલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબો દ્વારા તેને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે.

(11:47 PM IST)