હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડિયાના દેવગામમાં વૃધ્ધાનું સળગી જતા, અમરેલીમાં રહેતી વૃધ્ધાનું હાર્ટ એટેકથી, મતિરાળામાં વીજશોક લાગતા પ્રૌઢનું મોત

અમરેલી, તા. ર૭ : અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન અપમળત્યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે. ત્યારે જીલ્લામાં વધુ ત્રણ અપમળત્યુંના બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા. જેમાં વડિયાના દેવગામમાં વળધ્ધાનું સળગી જતા સારવાર દરમ્યાન, અમરેલી ચિતલ રોડ ઉપર રહેતી વળધ્ધાનું હાર્ટ એટેકથી, મતિરાળામાં વીજશોક લાગતા પ્રોઢનું મોત નિપજયું હતું.વડિયાના દેવગામમાં રમજુબેન ગભરૂભાઈ વાળા ઉ.વ.૬૫ છેલ્લા ૨૨ વર્ષથી માનસિક બિમાર હોય.જેનાથી કંટાળી જઈ તા. ૨૦-૬ ના શરીરે ડિઝલ છાંટી સળગી જતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું પુત્ર ભરતભાઈ ગભરૂભાઈ વાળાએ વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
બીજા બનાવમાં અમરેલી ચિતલ રોડ શાષાીનગર શેરી નં, ૦૩ માં રહેતા લક્ષ્મીબેન અરજણભાઈ સોંદરવા ઉ.વ.૬૨ ને હાર્ટ એટેક આવી જતા મોત નિપજયાનું પુત્ર જયંતિભાઈ અરજણભાઈ સોંદરવાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
ત્રીજા બનાવમાં લાઠી તાલુકાના મતિરાળા ગામે આવેલ એપોલો પેપર સોલાર પ્લાન્ટ ખાતે લાલાભાઈ રંગજીભાઈ ભાભોર ઉ.વ.૪૧ મુળ થાળાસડકફળીયા તા.લીમડી, જી.દાહોદ એપોલો પેપર સોલાર પ્લાન્ટ ખાતે ઓરડીની પારાપીટમાં પ્લાસ્ટરનું કામ કરતા હોય. ત્યારે અકસ્માતે હાથમાં રહેલ એલ્યુમીનીયમની છેઅક ફુટની પ્લાસ્ટરની પટી ૧૧ કે. વી. વીજ લાઈનને અડી જતા વીજશોક લાગવાથી મોત નિપજયાનું પત્નિ કોકીલાબેન લાલાભાઈ ભાભોરે લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
પરણીતાને સાસરીયાઓએ
ત્રાસ આપ્યો
બાવળા દેવકુટીર સોસાયટીમાં રહેતી રૂપલબેન અભિષેકભાઈ લશ્કરી ઉ.વ.૩૦ હાલ પિયર દેવરાજીયાવાળીને લગ્ન જીવન દરમ્યાન પતિ અભિષેક બંસીદાસભાઈ લશ્કરી તથા સાસુ રંજનબેન બંસીદાસભાઈ લશ્કરીએ અવાર નવાર ઘરકામ પ્રશ્ને મેણાટોણા મારી શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપી ગાળો બોલી પતિએ ઢીકાપાટું વડે મુંઢમાર મારી રૂપલબેન તથા તેના દિકરાને ઘરેથી કાઢી મુકી એકબીજાએ મદદગારી કર્યાની અમરેલી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધારી અને લીલીયાના ગુંદરણમાં
યુવક અને યુવતિ ગુમ
ધારી પ્રેમપરામાં રહેતા કેવલભાઈ જીસતુભાઈ વઘાસીયા ઉ.વ.૨૩ રાધિકા હોટેલ ધારી ખાતે હાજર હોય. ત્યારે કોઈને કંઈ કહયા વગર જતો રહી ફોન બંધ કરી ગુમ થયાનું અક્ષયભાઈ જીસતુભાઈ વઘાસીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં લીલીયા તાલુકાના ગુંદરણ ગામે રહેતી યુવતિ ઘરેથી કોઈને કહયા વગર પોતે પોતાની મેળે કયાંક જતી રહી ગુમ થયાનું પિતાએ લીલીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
