News of Wednesday, 2nd September 2026
ગોહિલવાડના છોટે કાશી સિહોરની નવનાથ યાત્રાનું એક અવિસ્મરણીય સ્મરણ : ઉત્તરપ્રદેશ ભાજપના પૂર્વ સહપ્રભારી સ્વ. સુનીલ ઓઝાની સ્મૃતિઓ તાજી થઈ
ત્રણ દાયકાથી શ્રાવણ માસ દરમિયાન નવનાથ દર્શનની પરંપરા જાળવી રાખનાર સ્વ. સુનીલ ઓઝાએ યાત્રાને વ્યાપક સ્વરૂપ આપવાની કરી હતી હિમાયત

સિહોર : ગોહિલવાડના ઐતિહાસિક અને છોટે કાશી તરીકે ઓળખાતા સિહોર શહેરની પવિત્ર નવનાથ મહાદેવની યાત્રા સાથે ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશ ભાજપના પૂર્વ સહપ્રભારી સ્વર્ગીય સુનીલ ઓઝાનું ખાસ સ્મરણ જોડાયેલું છે. તેઓ શ્રાવણ માસ દરમિયાન સતત ત્રણ દસકાથી આ પરંપરાગત નવનાથ યાત્રાનો દર્શન લાભ લેતા હતા, જેમાં તેમની સાથે સ્થાનિક સાથી કાર્યકર્તાઓ પણ જોડાતા હતા.
સ્વ. સુનીલ ઓઝાએ સિહોરની આ પવિત્ર યાત્રાને નક્કર અને વ્યાપક સ્વરૂપ આપવા માટે પ્રબળ હિમાયત કરી હતી, જે અંતર્ગત આ વર્ષે વિશેષ આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૨ ના શ્રાવણ માસમાં યોજાયેલી આ યાત્રાના આયોજનમાં જગદીશસિંહ ગોહિલના સંકલન સાથે ભાવનગર જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સિહોર નગરપાલિકાના તત્કાલીન અધ્યક્ષ વિક્રમભાઈ નકુમ, ભાજપ અગ્રણીઓ હર્ષદભાઈ દવે, હેમરાજસિંહ સોલંકી, ઉમેશભાઈ મકવાણા, શંકરમલ કોકરા, શશીકાંત ભોજ, સુરેશભાઈ માંગુકિયા, રાકેશભાઈ છેલાણા, છગનભાઈ ભોજ સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓ આ નવનાથ યાત્રામાં સ્વ. સુનીલ ઓઝા સાથે જોડાયા હતા. આજે આ યાદગાર ક્ષણોની સ્મરણ તસવીર સૌ કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
