તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
જામનગરના અંધાશ્રમ ફાટક પાસે ખુલ્લી ગટરની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો : વિસ્તારમાં ભારે ચકચાર : જુઓ વિડીયો
રેલવે ટ્રેક નજીક આવેલી વસાહત પાસેથી પસાર થતી કેનાલમાંથી ફાયર વિભાગે બહાર કાઢ્યો મૃતદેહ : પોલીસે યુવાનની ઓળખ અને મોતના સાચા કારણની દિશામાં તપાસ આરંભી

(મુકુંદ બદીયાની દ્વારા) જામનગર: જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક નજીક રેલવે ટ્રેકની બાજુમાં આવેલી આવાસીય વસાહત પાસેથી પસાર થતી ખુલ્લી ગટરની કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવાનનો શબ મળવાના આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર જવાનો દ્વારા ભારે જહેમત બાદ કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર માર્મે તપાસ શરૂ કરી છે. હાલમાં મૃતક યુવાનની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ યુવાનનું મોત કયા સંજોગોમાં અને કેવી રીતે થયું તેમજ તેની પાછળનું ચોક્કસ કારણ શું છે તે જાણવા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ આદરી છે. કાનૂની અને તબીબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મૃત્યુ પાછળનું સાચું રહસ્ય બહાર આવશે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
