<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ચોટીલા શ્રી ચામુંડા માતાજીના દર્શને ભાવિકોનો અભૂતપૂર્વ પ્રવાહ

હવનાષ્‍ટમી અને રવિવારના કારણે દર્શનાર્થીઓની ભારે ભીડઃ સંધ્‍યા આરતી પછી પણ શ્રધ્‍ધાળુઓનો પ્રવાહ અવિરત

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૯: સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા સ્‍થિત મા ચામુંડા માતાજીના પવિત્ર ધામમાં હવનાષ્ટમી અને રવિવારના સંયોગે માઈભક્‍તોનો અભૂતપૂર્વ પ્રવાહ જોવા મળ્‍યો હતો. મધરાતથી શરૂ થયેલો યાત્રિકોનો પ્રવાહ રાત્રિના નવ વાગ્‍યા સુધી સતત ચાલુ રહ્યો હતો. માતાજીના દર્શન માટે ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓના જયઘોષથી ચોટીલા ડુંગર અને તેની તળેટી ભક્‍તિમય માહોલમાં રંગાઈ ગયાં હતાં. નવરાત્રિના પવિત્ર પર્વમાં હવનાષ્ટમીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. રવિવારની રજાનો લાભ મળતાં ગુજરાતના વિવિધ વિસ્‍તારોમાંથી તેમજ મહારાષ્‍ટ્ર, એમપી, રાજસ્‍થાન સહિત રાજ્‍ય બહારના મોટી સંખ્‍યામાં માઈભક્‍તો ચામુંડા માતાજીના દર્શને પહોંચ્‍યા હતા. દિવસ દરમિયાન યાત્રિકોનો પ્રવાહ સતત વધતો રહ્યો હતો. આヘર્યજનક બાબત એ હતી કે આઠમની સંધ્‍યા આરતી પૂર્ણ થયા બાદ પણ ડુંગર પર દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓની ભીડ યથાવત્‌ રહી હતી. સ્‍થાનિક સ્‍તરે વ્‍યક્‍ત કરવામાં આવતા અંદાજ મુજબ, છેલ્લા ઘણા વર્ષો બાદ ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં આટલી મોટી સંખ્‍યામાં યાત્રિકોનો પ્રવાહ જોવા મળ્‍યો હતો. મધરાતથી લઈને રાત્રિના નવ વાગ્‍યા સુધી સતત યાત્રિકોની અવરજવર રહેતાં યાત્રાધામની ધાર્મિક આસ્‍થા અને લોકશ્રદ્ધાનો વ્‍યાપ ફરી એકવાર ઉજાગર થયો હતો. એક અંદાજ મુજબ નવરાત્રિ દરમ્‍યાન પાચ લાખ થી વધુ ભાવિકોએ ચોટીલા દર્શન નો લ્‍યા આવો લીધો હશે.

 ચોટીલા માત્ર ધાર્મિક આસ્‍થાનું કેન્‍દ્ર જ નહીં, પરંતુ ગુજરાતના મુખ્‍ય યાત્રાધામોમાંનું એક મહત્ત્વનું સ્‍થળ છે. આવકારવા માટે મંદિર વ્‍યવસ્‍થાપન, સ્‍થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગો વચ્‍ચે સંકલન સાધીને ભવિષ્‍યલક્ષી વિકાસ યોજના તૈયાર કરવામાં આવે તો યાત્રિકોને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને સુખદ દર્શનનો અનુભવ મળી શકે. માતાજી પ્રત્‍યેની અખૂટ શ્રદ્ધા સાથે હવે સમયની માંગ છે કે વધતા યાત્રિક પ્રવાહને અનુરૂપ ચોટીલા યાત્રાધામના વિકાસ, સુવિધા અને વ્‍યવસ્‍થાપન માટે નક્કર પગલાં લેવામાં આવે. (તસવીરઃ હેમલ શાહ)

(1:21 PM IST)