News of Saturday, 19th September 2026
ખંભાળીયામાં દોઢ કરોડના ખર્ચે બનેલા રસ્તા ઉપર પાણી ભરાતા રોષઃજાગૃત નાગરીકો દ્વારા આ મુદે વિજીલન્સ તપાસની માંગ કરાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૯ :.. ખંભાળીયા શહેરમાં પોરબંદર તથા ભાણવડ રોડ તરફથી દાખલ થવાના રસ્તે ખામનાથ પાસેથી કણઝાર હોટલ તરફ બન્ને તરફનો ફોર ટ્રેક રસ્તો દોઢ કરોડના ખર્ચે નવો સી.સી. રોડ બન્યો હતો. જે રસ્તાનું કામ શરૂ થતું હતું ત્યારે જ આમ આદમી પાર્ટીના કહેવાતા જાગૃત સદસ્યોએ રાત્રે કામ થતું હતું તે અટકાવ્યું હતું. પણ પછી તેમના ‘અટકેલા' કામ થઇ જતાં ‘શાંતિ' પકડી હતી તથા આ બાબતે જાગૃત કોંગ્રેસ આગેવાન દ્વારા નબળા કામ અંગે ફરીયાદો થવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાકટર તરફ આંખ આડા કાન કરતા દોઢ કરોડના ખર્ચે બનેલા નવા રોડ પર લેવલીંગ વગરનો રસ્તો હોય કયાંક ફુટ-દોઢ ફુટ જેવા તો કયાંક વ્યાપક પાણી ભરાતા ભારે રોષની લાગણી ફેલાઇ છે. તથા આ બાબતે પાલિકા તંત્રની ટીકાઓ થઇ રહી છે.
જાગૃત નાગરીકો આ કામમાં વિજીલર્ન્સની તપાસ થાય તેવુ માંગી રહ્યા છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
