News of Saturday, 4th July 2026
રાજકોટના પાર્થ કારેલિયાને એકના ચાર ગણા રૂપિયાની લાલચમાં ફસાવનાર અંજારની ચીટર ગેંગ ઝડપાઈ
લોભ અને લાલચમાં મહેનતના રૂપિયા ગુમાવવા પડે છે? એકના ડબલ અને એકના ચાર ગણા રૂપિયા કઈ રીતે થાય? સોશ્યલ મીડિયા ઉપર હિન્દુ નામ ધારણ કરી ઠગાઈ કરતી મુસ્લિમ ચીટર ગેંગ ઝડપાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૪: સસ્તા ભાવે સોનું અને એકના ડબલ, ચારગણા સામે પヘમિ કચ્છ પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા ફેક (ખોટું) નામ ધારણ કરી ચીટીંગ કરતી ગેંગ સામે લોકોને જાગૃત કરતા સંદેશ અપાય છે. અનેક કિસ્સાઓમાં તો હિન્દુ નામ ધારણ કરી મુસ્લિમ ચીટ ગેંગ સામે સોશ્યલ મીડિયાની જાહેરાત સામે આગોતરા પગલા ભરી કાયદેસર કાર્યવાહી પણ પોલીસ કરી રહી છે. પણરંતુ એક જાણીતી કહેવત આજના ભણતરના યુગમાં પણ સાચી પડી રહી છે. કે, જયાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી.
રાજકોટના પાર્થ જયસુખ કારેલિયાએ સોશ્યલ મીડિયા ઉપર પ્રતીક પટેલ નામની આઇડી ઉપર સાથે એકના ચારગણા રૂપિયા કરી આપવાની જાહેરાત જોઈ સંપર્ક થતાં તેને અંજાર રૂબરૂ બોલાવાયો હતો. અહીં નંબર પ્લેટ વગરની ગાડીમાં પાર્થ પાસેથી ૧.૫૦ લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. આ અંગે ૧૨/૬ ના અંજાર પોલીસમાં આ અંગે પાર્થ એ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પીઆઈ એ.એ. જાડેજાએ હાથ ધરી હતી અને આઈજી ચિરાગ કોરડિયા તેમ જ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન તળે ગુનાનો ભેદ ઉકેલી લીધો.
પ્રતીક પટેલ નામની નકલી આઈડી બનાવનાર અલી અબ્બાસશા કાસમશા અને તેના સાથીદાર મહંમદ રજાક ઈબ્રાહીમશા શેખને ઝડપી ઠગાઈના ૧.૫૦ લાખ રૂપિયા તથા ગુનામાં વપરાયેલી નંબર વગરની સ્વિફ્ટ કાર, બે મોબાઇલ સાથે કુલ ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચીટર ગેંગના અન્ય બે સાથીદારો એક્ટિવા થી રેકી કરનાર અલી અકબર શેખ અને ડમી સીમ કાર્ડ બનાવી આપનાર કનૈયાબે ગામના ગની શેખને પકડવાના બાકી છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
