<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ગોંડલ તાબેના મોટા દડવામાં અંકિતે સ્‍મશાનમાં ઝેર પીધું

રાજકોટ સારવાર હેઠળઃ માતાને નાનાપણમાં ગુમાવ્‍યા બાદ દસ મહિના પહેલા પિતાનું અવસાન થયું હતું

રાજકોટ તા. ૫: ગોંડલના મોટા દડવા ગામે રહેતાં અંકિતભાઇ ભૂપતભાઇ શેખલીયા (ઉ.વ.૩૦) નામના યુવાને ગામના સ્‍મશાનમાં સાંજે પાંચેક વાગ્‍યે જઇ ઝેરી દવા પી લેતાં સારવાર માટ ેરાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ મોટા દડવા ગામે રહેતો અંકિતભાઇ શેખલીયા સાંજે ગામના સ્‍મશાને ગયો હતો અને બાદમાં ત્‍યાં ઝેર પી પોતાના મોટા બાપુ પાસે પહોંચ્‍યો હતો અને દવા પી લીધાની જાણ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. તે એક બહેનથી નાનો છે અને ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે માતાને પોતે નાનપણમાં ગુમાવી ચુક્‍યો હતો અને દસેક મહિના પહેલા પિતાનું પણ અવસાન થતાં પોતે સતત ચિંતામાં, વિયોગમાં રહેતો હોઇ આ પગલુ ભર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી.

(10:55 AM IST)