<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતનું સુરસુરિયું: જેતપરમાં આજની તારીખે પણ ઉપવાસીના ખેતરમાં ખાનગી કંપનીના વીજ પોલ નાખવાનું કામ ચાલુ!!

(પ્રવિણ વ્‍યાસ દ્વારા ) મોરબી, તા.૨૮: જેતપર ગામે છેલ્લા ૧૧ દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પ્રતિપોલ દીઠ પૂરતું વળતર મેળવવા માટે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન થોડા સમય પહેલા એક જાહેર કાર્યક્રમની અંદર કૃષિ મંત્રીએ કહ્યું હતું કે ખાનગી વીજ કંપનીના માણસોને કામ બંધ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે જેતપર ગામે જ્‍યાં આંદોલન ચાલે છે તે ગામમાં ઉપવાસીના ખેતરની અંદર અત્‍યારે વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને આખા ખેતર અને ખેતીના પાકની વીજ કંપનીના માણસો દ્વારા પથારી ફેરવી નાખવામાં આવી છે.

આંદોલનના ૧૧ માં દિવસે જો વાત કરીએ તો આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા નેહુલભાઈ અમળતિયાના ખેતરની અંદર ખાનગી વીજ કંપનીનો વીજપોલ ઉભો કરવા માટેની કામગીરી ચાલી રહી છે ઉલેખનીય છે કે, કૃષિ મંત્રીએ અગાઉ જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ખાનગી વીજ કંપનીઓ જે વીજ પોલ ઊભા કરી રહી છે તેને કામ બંધ કરવા માટેની સૂચના આપી.

દેવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે આજની તારીખે પણ જેતપર ગામે ઉપવાસીના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ ન્‍યાયની અપેક્ષા સાથે ખેડૂતોનું આંદોલન પણ ચાલી રહ્યું છે. આ આંદોલનનો અંત કયારે આવશે અને ખેડૂતોને કયારે ન્‍યાય મળશે તે હાલમાં કહેવું મુશ્‍કેલ છે કારણ કે જો રાજ્‍યના કૃષિ મંત્રી કામ બંધ રાખવા માટે સૂચના આપે છે તો પણ જો વીજ કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવામાં આવતા હોય તો કયાંક ને કયાંક કૃષિ મંત્રીને પણ ખાનગી વીજ કંપનીઓ વાળા ગણકારતા નથી તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે.

(11:34 AM IST)