News of Monday, 28th September 2026
જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા
સહકારી મંડળીઓને સમૃધ્ધ કરવા માટે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ આવકારદાયકઃ ચેતનભાઇ કડીવાર

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર, તા. ર૮: જામજોધપુર સ્થાનિક સ્તરે સહકારી ક્ષેત્રે અગ્રેસર સંસ્થાશ્રી જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. ની વર્ષ ૨૦૨૫/૨૬ ની ૭૮ મી વાર્ષિક સાધારણ સભા જામજોધપુર પટેલ સેવા સમાજ યુનિટ નં-૩ માં ચેતનભાઈ લાલજીભાઈ કડીવાર ના અધ્યક્ષ સ્થાને યોજાય હતી. ચેતનભાઈ લાલજીભાઈ કડીવાર સહકારી મંડળીના પ્રમુખ ચિમનભાઈ ધરમશીભાઈ સાપરિયા, ઉપપ્રમુખ ગીરીશભાઈ રવજીભાઈ ખાંટ, પટેલ સેવા સમાજ ના પ્રમુખ હિરેનભાઈ ભગવાનજીભાઈ ખાંટ, ગો સેવા મંડળ ના પ્રમુખ કાંતિભાઈ રતનશીભાઈ રામોલીયા, ભાજપના આગેવાન અમળતલાલ માધવજીભાઈ વૈશ્નાણી, પાંજરાપોળ ગૌ સેવા મંડળ ના પ્રમુખ ચિમનભાઈ મોહનભાઈ વાછાણી, સહકારી મંડળીના સદસ્ય અને નગર પાલિકાના પુર્વ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ ગોપાલભાઈ કડીવાર અને વ્યવસ્થાપક કમિટિના તમામ સદસ્યો ધ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો હતો.
આ સભામાં ઉપસ્થિત વ્યવસ્થાપક કમિટીના સભ્યો- મંડળીના સભાસદો અને ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત શ્રી નરેન્દ્રભાઈ ગોપાલભાઈ કડીવારે કરેલ ત્યાર બાદ ગત વર્ષ ની કાર્યવાહીની નોંધ વાંચી સંભળાવામાં આવી હતી, જેને તમામ સભાસદોએ સર્વાનુમતે બહાલી આપી હતી. મંડળીના વર્ષ ૨૦૨૫/૨૬ ના હિસાબો, નફા-નુકશાન પત્રક, અને વર્ષ દરમ્યાન સહકારી મંડળી એ કરેલ નફો રૂા. ૧.૭૦,૬૩૮.૮૧ / - અને ૧૫ ટકા ડિવિડન્ડ આપવા માટેની સભા સમક્ષ રજુ કરવામાં આવી હતા.
આ પ્રસંગે પટેલ સેવા સમાજના પ્રમુખ હિરેનભાઈ ખાંટે જામજોધપુર આઈ.ઓ.સી.એલ ગેસ એજન્સીની ઉત્કળષ્ટ કામગીરી બદલ વિવિધ એવોર્ડ સંસ્થાને પ્રાપ્ત થયેલ તેની વિગતવાર માહિતિ અને માર્ગદર્શન આપેલ.
શ્રી પાંજરાપોળ ગૌ સેવા મંડળ ના પ્રમુખ ચિમનભાઈ મોહનભાઈ વાછાણીએ જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળીને શ્રેષ્ઠ કામગીરી બદલ સહકાર વિભાગ માંથી રૂા. ૧૦૦૦૦૦/- એક લાખનું ઈનામ અને એવોર્ડ મળેલ આ ઉપરાંત વર્ષ ૨૦૨૫/૨૬ માં વી.ટી.વી ન્યુઝ ધ્વારા ગાંધીનગર ખાતે થયેલ સહકાર સંમેલન મળેલ તેમાં જામનગર જીલ્લા માંથી જામજોધપુર સહકારી મંડળીની શ્રેષ્ઠ કામગીરી બદલ પસંદગી થયેલ જે કાર્યક્રમમાં પણ સહકારી મંડળીને એવોર્ડ મળેલ તે અંગેની માહિતી આપેલ.
શ્રી જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. ના પ્રમુખ ચિમનભાઈ ધરમશીભાઈ સાપરીયાએ મંડળીના વર્ષ દરમ્યાન થયેલા કળષિમોલ-વર્લ્ડ લાર્જેસ્ટ ગોડાઉન ની કામગીરીની વિગતે માહિતી આપેલ અને આગામી વર્ષમાં મંડળી ધ્વારા ઈલેટ્રીક ચાર્જીંગ સ્ટેશન - સી.એચ.સી સેન્ટર અને ખેત ઓજારો જેવી વ્યવસ્થા મંડળી દ્વારા થાય તે અંગેની માહિતી આપેલ.
આ પ્રસંગે મંડળીના હોદેદારોએ જણાવ્યુ હતુ કે સભાસદોનો અતુટ વિશ્વાસ અને કર્મચારી ની નિષ્ઠાપુર્વકની કામગીરીના કારણેજ મંડળી આજે ૭૯ માં વર્ષ માં પ્રવેસી છે. અને સતત પ્રગતિના પંથે છે સભામાં હાજર રહેલ સભાસદોએ પણ મંડળીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ખેડુતલક્ષી પ્રવળતિઓની સરાહના કરી હતી.
સભાના અધ્યક્ષ ચેતનભાઈ લાલજીભાઈ કડીવારે જણાવ્યુ હતુ કે સહકારી મંડળીને સમળધ્ધ કરવા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ધ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ જેનો લાભ આપણી મંડળીએ કળષિમોલ અને વર્લ્ડ લાર્જેસ્ટ ગોડાઉન નો લાભ મેળવી ખેડુત હિતલક્ષી કામગીરી કરેલ તે બદલ ર્ં મંડળીની વ્યવસ્થાપક કમિટી ને અભિનંદન આપેલ અને સહકારી મંડળી ધ્વારા ખેડુત માટે રૂા. ૧૦,૦૦૦,૦૦ /- દશ લાખ નો અકાસ્માત વિમો ઉતારવામાં આવેલ તે અંગેની વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપેલ અને તમામ સભાસદોએ મંડળી માથી જ ધિરાણ મેળવવુ જોઈએ અને મંડળીના તમામ પ્રકારના વેપારમાં સહભાગી બનવુ જોઈએ જેથી મંડળી વધુ નફો કરશે જેનો લાભ પણ તમામ મંડળી ના સભાસદોને જ મળશે તેવિ માહિતી આપેલ.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
