<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

કાલાવડ (શીતલા) શ્રી ખોડિયાર યુવક ગરબી મંડળ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા વાર્ષિક બેઠક યોજાઈ

કાલાવડઃ કાલાવડ (શીતલા) શ્રી ખોડિયાર યુવક ગરબી મંડળ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા વાર્ષિક બેઠક યોજાઈ હતી. જેમાં  શ્રી ખોડિયાર યુવક ગરબી મંડળ ચેરિટેબલ ટ્રસ્‍ટના મુખ્‍ય મેહમાનો દ્વારા દીપપ્રાગટય કરવામા આવ્‍યુ હતું. જેમાં જે.પી.મારવીયા પૂર્વ જી. પંચાયત સભ્‍ય, જમનભાઈ તારપરા રાજુભાઈ વાદી, ભીખાભાઈ બુશા (લોક સાહિત્‍યકાર), દેદાનભાઈ જારિયા,અશોકસિંહ જાડેજા વિઠલભાઈ સખીયા (ગીર ગંગા ટ્રસ્‍ટ સભ્‍ય) આ ઉપરાંત ટ્રસ્‍ટ ના વાર્ષિક સરવૈયા આવક જાવક તથા સેવાકીય પ્રવૃતિ ની જાણ કરવામાં આવી હતી. આ ટ્રસ્‍ટ દ્વારા ટોટલ ૨૮૯ જેટલા  નેત્ર નિદાન કેમ્‍પ અને ગત વર્ષ ૨૦૨૫માં ૧૧ જેટલા નેત્ર નિદાન કેમ્‍પ કરવામાં આવ્‍યા  તથા હિન્‍દુ મુક્‍તિ ધામ અને અન્‍ય નિશુલ્‍ક નિદાન કેમ્‍પ અને બ્‍લડ ડોનેશન કેમ્‍પ કરવામાં આવે છે  આ મિટિગ માં  શ્રી ખોડિયાર યુવક ગરબી મંડળ ચેરિટેબલ ટ્રસ્‍ટ ના ટ્રસ્‍ટી તથા સભ્‍ય અને કાલાવડ ગામ ના સામાજિક આગેવાન હાજર રહ્યા હતા. અને મિટિગ પૂરી થયા બાદ સમૂહ ભોજન લીધું હતું અને આ કાર્યક્રમની રૂપરેખા વિનુભાઈ કપૂરીયા દ્વારા કરવામાં આવી તથા ટ્રસ્‍ટના પ્રમુખ જે ટી પટેલ દ્વારા મુખ્‍ય મુદા ઉપર ચર્ચા કરવામાં આવી હતી આભારવિધિ અલ્‍પેશભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ સચિન આશરા-કાલાવડ)

(11:06 AM IST)