તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
કચ્છમાં ફરી ગમખ્વાર અકસ્માત : હાજીપીર-નખત્રાણા રોડ પર ટ્રક-ટ્રેક્ટર વચ્ચે ટક્કરઃ ત્રણનાં મોત, બે ઘાયલ
ઉદ્યોગીકરણને પગલે મહાકાય વાહનોની વધતી અવરજવર હવે લોકો માટે જોખમ સર્જી રહી છે, ઓવરલોડ વાહનો, ચાલકોમાં નશાનું દૂષણ, ખાડા ટેકરાવાળા રસ્તાઓ, ટ્રાફિક નિયમન માટેની જાગળતિના અભાવે સમગ્ર જિલ્લામાં અકસ્માતોનું જોખમ વધ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.ર૪: કચ્છમાં માર્ગ અકસ્માતોની હારમાળા યથાવત્ છે. આજે હાજીપીર-નખત્રાણા રોડ પર ઢોરો પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ ટક્કર થતાં ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયાં હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. આ જીવલેણ અકસ્માતને પગલે વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે હાજીપીર-નખત્રાણા રોડની ખરાબ હાલત અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે. કચ્છમાં વધતા માર્ગ અકસ્માતો અંગે ધારાસભ્યો અને સાંસદ સહિતના લોકપ્રતિનિધિઓ પણ ચિંતા વ્યક્ત કરી ચૂકયા છે. હજુ ત્રણ દિવસ પહેલાં જ ખાવડા ભુજ માર્ગ ઉપર સાત વ્યક્તિઓનાં મોતની ગમખ્વાર અકસ્માતની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ ત્રણ જિંદગીઓ હોમાતાં લોકોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. હવે તંત્ર ટ્રાફિક નિયમન માટે જાગળતિ દાખવી, નશા અને ઓવરલોડનું દૂષણ ડામી માર્ગોની સ્થિતિ સુધારી અકસ્માતો અટકાવવા નક્કર પગલાં ભરે તેવી લોકમાંગ ઊઠી છે
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
