તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
એન્ટી નાર્કોટીક્સ વિંગનો રાજ્યમાં પ્રથમ ભાવનગરમાં NDPS કેસ
પીલગાર્ડન પાસેથી નશીલી કફ સિરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧: ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને સપ્લાય રોકવા માટે રચાયેલી ‘‘એન્ટી નાર્કોટીક્સ વિંગ'' (ANW) ભાવનગર દ્વારા રાજ્યમાં પ્રથમ NDPS કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર રેન્જ આઇજી આર.વી. અન્સારી અને પોલીસ અધીક્ષક નિતેશ પાંડેયના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર ડી.યુ. સુનેસરા અને તેમની ટીમ દ્વારા નશીલા પદાર્થો વિરૂદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ASI જયરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પીલગાર્ડન બગીચા પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા હિતેશ ઉર્ફે હેમંગ રાજુભાઇ રાઠોડ (રહે. અક્ષરપાર્ક સોસાયટી, શેરી નં.૧૫, પ્લોટ નં.૫૦૫, કુંભારવાડા, ભાવનગર) નામના ઇસમની પોલીસે તપાસ કરતા તેની પાસેથી Codeine Phosphate નું ઘટક તત્વ ધરાવતી કફ સિરપની ૧૦ બોટલ મળી આવી હતી. છછઊ ટીમે નાર્કોટીક્સ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
