તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણારમાં એપીજે અબ્દુલ કલામ સાયન્સ સેન્ટરનો મંગળવારે શુભારંભ : ઇસરોના વિજ્ઞાની ડૉ. જયંતભાઈ પી. જોશી અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુ સાથે યોજાનારા આ કાર્યક્રમ બાદ ઘોઘા તાલુકાની ત્રાંબક પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળાનું પણ લોકાર્પણ કરાશે : વૈજ્ઞાનિકો બાળકો સાથે સીધો સંવાદ કરશે

મણાર:વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં ઉધ્વગામી ઉડાન ભરે અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના સપના સાકાર થાય તેવા ઉમદા આશય સાથે ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણારના આંગણે એપીજે અબ્દુલ કલામ સાયન્સ સેન્ટરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સાયન્સ સેન્ટરનો શુભારંભ ૩૦ જૂન ૨૦૨૬ અને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવતા મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવશે. આ કેન્દ્ર શરૂ કરવાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, સંસ્થાના વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે સાયન્સના ક્ષેત્રે પ્રગતિ કરે તેમજ આજુબાજુના ગામના બાળકો પણ વિજ્ઞાનમાં રસ લેતા થાય અને તેમની બુદ્ધિ ક્ષમતાનો વિકાસ થાય તેવો રાખવામાં આવ્યો છે.
અવકાશ વિજ્ઞાનીઓ અને શિક્ષણવિદોની પ્રેરક ઉપસ્થિતિ:
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ઇસરોના ખૂબ જ પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક અને ઇજનેર ડૉ. જયંતભાઈ પી. જોશી, ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના અધ્યક્ષ ડૉ. ચંદ્રમૌલી જોશી, ગ્રામ દક્ષિણા મૂર્તિ મણાર – આંબલાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અરૂણભાઈ એમ. દવે, રીઝયોનલ સાયન્સ સેન્ટરના હેડ ડૉ. ગિરીશભાઈ ગોસ્વામી, એપીજેકેવાયએસ (APJKYS) ના ડાયરેક્ટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા, મણાર સંસ્થાના ટ્રસ્ટી પ્રશાંતભાઈ એન. ભટ્ટ તેમજ નિયામક મેહુલભાઈ એ. ભટ્ટ ઉપસ્થિત રહીને પોતાના હસ્તે સેન્ટર ખુલ્લું મૂકશે. મણાર લોકશાળાના આચાર્ય ડાયાભાઈ ડાંગર દ્વારા આ વિજ્ઞાન મહોત્સવનો લાભ લેવા માટે સૌને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ત્રાંબક પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળાનું લોકાર્પણ:
મણાર ખાતે સાયન્સ સેન્ટરના ઉદ્ઘાટન બાદ આ તમામ આમંત્રિત વૈજ્ઞાનિકો ઘોઘા તાલુકાની ત્રાંબક પ્રાથમિક શાળાની મુલાકાત લેશે. જ્યાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક ડૉ. ગોરધનભાઈ ડી. દિહોરાને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના અધ્યક્ષ ડૉ. ચંદ્રમૌલી જોશી દ્વારા અર્પણ કરવામાં આવેલી ખાસ 'ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા' નું લોકાર્પણ આ વૈજ્ઞાનિકોના હસ્તે કરવામાં આવશે. લોકાર્પણ વિધિ સંપન્ન થયા બાદ ઉપસ્થિત મહાનુભાવો અને વિજ્ઞાનીઓ શાળાના નાના બાળકો સાથે વૈજ્ઞાનિક વિષયો પર સીધો સંવાદ કરીને તેમનું માર્ગદર્શન કરશે, જેને લઈને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
