<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

૧૭ એપ્રિલ નારી શક્‍તિ માટે કાળો દિવસઃ નારી આરક્ષણ બિલ

મંજૂર ન થવા દેવા અંગે ઉપલેટા પાલિકાના હોદ્દેદારોએ રોષ ઠાલવ્‍યો

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૨૩: નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્‍યાસ કારોબારી ચેરમેન મિતલબેન સુવા અને બાંધકામ ચેરમેન લાખીબેન નંદાણીયાએ  કોંગ્રેસ પર આક્ષેપ  કરતા જણાવેલ છે કે નારી શક્‍તિનું સન્‍માન માટેનો અવસર હતો ૧૭ એપ્રિલ નો દિવસ ઇતિહાસમાં નારી શક્‍તિના સન્‍માન માટે સુવર્ણ અક્ષરે લખાયું હોય પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્‍તિ માટે કાળો દિવસ બની ગયો છે.

આ દેશની ૭૦ કરોડ મહિલાઓનું અપમાન છે મહિલા અનામત બિલને લઈને સ્‍થાનિક પત્રકારો સમક્ષ ભારે આક્રોશ સાથે જણાવેલ કે આ બિલ દેશની તમામ મહિલાઓ અને યુવાઓ માટે હતી આ બિલના માધ્‍યમથી સામાન્‍ય વર્ગની મહિલાઓ સાંસદ સુધી પહોંચી શકતી હતી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ મહિલાઓ માટે માત્ર કાગળ પર યોજનાઓ નથી બનાવી ઉજ્‍વલા યોજના લખપતિ દીદી યોજના લાવ્‍યા છે અનેક રાજ્‍યો છે જેમાં ૫૦% મહિલાઓ અનામત છે કોંગ્રેસે રાજનીતિ કરી છે અને બીલના વિરોધ માટે અલગ અલગ કારણો દર્શાવ્‍યા હતા. કોંગ્રેસ મહિલાઓ માટે વિરોધ કરે છે જેનો હિસાબ દેશની મહિલાઓ કરશે.

મહિલાઓના અધિકારીઓ કોંગ્રેસ માટે માત્ર ભાષણોનો વિષય રહ્યો છે નિર્ણયની બાબતમાં કોંગ્રેસ કયારે પણ મહિલા શક્‍તિને આગળ વધવા નથી દીધી બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વ નિયમ રાજકીય ષડયંત્ર હતું હિન્‍દુ સંસ્‍કળતિમાં પૂજનીય સ્‍થાન ધરાવતી મહિલાઓનું સન્‍માનની તક મળી હતી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની મહિલા અનામત નારી શક્‍તિ વિરોધી માનસિકતાના કારણે બિલ પસાર થઈ શકયું નથી આ બિલ ના મંજૂર થવાથી કરોડો મહિલાઓનું મનોબળ તૂટયું છે. તેમ પાલિકાના હોદેદારોએ અંતમાં જણાવ્‍યુ હતું.

(11:12 AM IST)