તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
નવી પેઢીને ધંધાકીય સાહસિકતા અને નવીનતા અપનાવવા અર્જુનભાઇની અપીલ
પોરબંદરમાં એમ.એસ.એમ.ઇ. અને નિકાસકારો માટે યોજાયેલા નેટવર્કીંગ સેમિનારમાં અર્જુનભાઇ મોઢવાડિયાનું પ્રેરણારૂપ સંબોધનઃ નિકાસ ક્ષેત્રે વૈશ્વિક તકો માટે માર્ગદર્શન અપાયુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧: નવી પેઢીને કર્ન્ફટ ઝોનમાંથી બહાર આવીને સાહસિકતા મહેનત અને નવીનતા અપનાવવા કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ એમ.એસ.એમ.ઇ. નેટવર્કીંગ સેમિનારમાં અપીલ કરી હતી.
કેન્દ્ર સરકારની ‘રેમ્પ' (RAMP) યોજના અંતર્ગત MSME મંત્રાલય, આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે એમએસઅમઇ એકમો અને નિકાસકારો માટે વિશેષ નેટર્વકિંગ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે નવી પેઢીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સાહસિકતા, મહેનત અને નવીનતા અપનાવવા અપીલ કરતાં જણાવ્યું કે યુવાનોમાં કંઈક કરી બતાવવાની ધગશ જાગળત કરવી આ સમયની જરૂરિયાત છે. સુરત, મોરબી, ભાવનગર અને અમરેલીના ઉદ્યોગસાહસિકો તથા ખેડૂતોના ઉદાહરણો આપતાં અર્જુનભાઇએ જણાવ્યું કે સંકલ્પ અને પરિશ્રમથી જ વિકાસ શકય બને છે. પોરબંદરના વિકાસ માટે સ્થાનિક લોકો અને યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
અર્જુનભાઇએ વધુમાં તેમણે જણાવ્યું કે પોરબંદરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. આગામી ૧૪ અને ૧૫ જૂને ઇન્ડેક્સ-બી અને ઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ફર્નિચર એક્સપોમાં ફર્નિચર નિકાસકારો ભાગ લેશે, જેનાથી સ્થાનિક ઉદ્યોગોને નવી તકો પ્રાપ્ત થશે.
ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સપર્ટ ઇન્ટરનેશનલના ડિરેક્ટર હિરેન ભાટીયાએ નિકાસ ક્ષેત્રના નવા આયામો, વૈશ્વિક વેપારની તકો અને નિકાસ પ્રક્રિયાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી વ્યૂહરચનાઓ અને વ્યવસાયિક સંભાવનાઓ અંગે માહિતગાર કર્યા હતા.
નિકાસ ક્ષેત્રે વૈશ્વિક તકો મેળવવાની સુવર્ણ તક થીમ આધારિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓને વૈશ્વિક બજારો સાથે જોડવાનો તેમજ નિકાસ ક્ષેત્રે ઉપલબ્ધ તકો અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ‘તટીય ગુજરાતમાંથી નિકાસની તકો અને સંભાવનાઓ' વિષય પર વિશેષ ચર્ચા યોજાઈ હતી. મરીન ઉત્પાદનો, સી-વીડ, કળષિ આધારિત ઉત્પાદનો, ફૂડ પ્રોસેસિંગ અને મિનરલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ ઇવેન્ટ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થઈ હતી. અને કાર્યક્રમનું સંચાલન જીગર પંડ્યાએ કયું હતું.
આ કાર્યક્રમમાં યુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુમિતભાઈ સલેટ,સંયુક્ત ઉદ્યોગ કમિશનર ડી.આર. પરમાર, અગ્રણી ઉદ્યોગસાહસિક પદુભાઈ રાયચુરા, જતીનભાઇ હાથી, કરશનભાઈ સલેટ, વિજય ઉનડકટ, દિવ્યેશભાઈ સોઢા, દિલીપ ગાજરા, નવઘણ મોઢવાડીયા, લાખનશી ગોરાણીયા, અનિલભાઈ કારિયા, સુરેશ રાયઠઠ્ઠા, ટી.કે કારિયા, લખન મોઢવાડીયા, ધર્મેશ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
