<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ટંકારામાં મજૂરીએ જવાની ના કહેતાં અર્જુન અને પિતા કલસિંગ પર હુમલો

અજાણ્‍યો શખ્‍સ બોલાવવા આવતાં યુવાને થાકી ગયો હોઇ ના કહેતાં ધોકાવાળી થઇ

 

રાજકોટ તા. ૧: ટંકારામાંસામા કાંઠે રહેતાં અને ખેત મજુરી ઉપરાંત અન્‍ય છુટક મજુરી કરતાં મુળ એમપીના અર્જુન (ઉ.વ.૨૦) અને તનો પિતા કલસિંગ ગણીયાભાઇ દાહીમા (ઉ.વ.૪૫) ઉપર અજાણ્‍યા શખ્‍સે ધોકાથી હુમલો કરી માર મારતાં પિતા કલસિંગને વધુ ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે. કલસિંગના કહેવા મુજબ અજાણ્‍યો શખ્‍સ મારા દિકરાને મજુરી કામે લઇ જવા બોલાવવા આવ્‍યો હતો. પણ દિકરાએ પોતે થાકી ગયો હોઇ કામે નથી આવવું તેમ કહેતાં તેને ધોકાથી મારકુટ ચાલુ કરી હતી. પોતે છોડાવવા જતાં પોતાને પણ માર માર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:06 AM IST)