તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
ગુજરાતના વિવિધ જંગલ વિસ્તારોમાંથી જૂનમાં 30 જેટલા સિંહોને પકડીને પાંજરે પૂરી દેવાયા :5થી 6 સિંહો નરભક્ષી હોવાની આશંકા
ગુજરાતના વન્ય વિસ્તારોમાં ચાલી રહેલી સિંહોને પકડવાની પ્રક્રિયા ખૂબ જ ચિંતાજનક:સિંહોનો વિસ્તાર ઘટતા માનવો સાથે સંઘર્ષ અને પર્યાવરણીય સમસ્યામાં વધારો થઈ શકે

ગીર અભ્યારણ્ય અને અમરેલીમાં એશિયાની શાન સમા સિંહોનો વસવાટ છે. પરંતુ સિંહોના પ્રાકૃતિક આવાસો ઘટતાં તેઓ માનવ વસ્તી તરફ શિકારની શોધમાં આવી જતાં હોય છે. તેના લીધે સ્થાનિકો અને સિંહો વચ્ચે સંઘર્ષ ખૂબ જ વધી જાય છે. આ સંઘર્ષને ધ્યાને રાખીને જૂન માસમાં જ ગુજરાતના વિવિધ જંગલ વિસ્તારોમાંથી ઓછામાં ઓછા 30 જેટલા સિંહોને પકડીને પાંજરે પૂરી દેવાયા છે.
આ બાબતે ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ જયપાલ સિંહના જણાવ્યા મુજબ, જે પણ જંગલ વિસ્તારમાં માનવો અને સિંહો વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ ઉભી થાય છે. ત્યાં સિંહો નરભક્ષી નથી હોતા તેને પહેલા પકડી લેવામાં આવે છે. તે બાદ તેને મુક્ત કરાય છે. જૂન મહિનામાં ગુજરાતના વિવિધ જંગલ વિસ્તારોમાંથી અંદાજે 30 વનરાજોને પાંજરે પૂરવામાં આવ્યા છે.
ખાસ કરીને જૂન મહિનામાં જ અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારો, ખાંભા, મહુવા, બગસરા અને રાજુલા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યાં સિંહોને રેસ્ક્યું કરાયા છે. આ 30 સિંહો પૈકીમાંથી આશરે 5થી 6 જેટલા સિંહોએ માનવ માસ ખાઈને નરભક્ષી થઈ હોવાની આશંકા છે.
આ બાબતે વન્યજીવ નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે. વન્યજીવ અને સિંહ નિષ્ણાંત ભૂષણ પંડ્યાના જણાવ્યા મુજબ, ગુજરાતના વન્ય વિસ્તારોમાં ચાલી રહેલી સિંહોને પકડવાની પ્રક્રિયા ખૂબ જ ચિંતાજનક છે. આનાથી સિંહોનો વિસ્તાર ઘટતા માનવો સાથે સંઘર્ષ અને પર્યાવરણીય સમસ્યામાં વધારો થઈ શકે છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
