તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
વિદેશ જવાની લાલચ આપી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરનાર આરોપીને પકડી પાડતી જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ
વિદેશ મોકલવાની લાલચ આપી તેમના અસલ પાસપોર્ટ તથા રોકડા રૂપિયા ૧,૨૪,૫૦૦ મેળવી પરત ન આપી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો

જામનગર :જામનગરના સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) હેઠળ ફરિયાદી ગજેન્દ્રનાથ ખીમનાથ કંથરાય ( ઉવ.૩૫) ધંધો ડ્રાઈવિંગ (રહે, અશોક શોરૂમ સામે, ગીરધરનગર, જામખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આરોપી રાજેન્દ્ર મૂળુભાઈ રાજગોર( રહે. મયુર સોસાયટી, એરપોર્ટ રોડ, જામનગર)એ ફરિયાદી તથા સાહેદોને વિદેશ મોકલવાની લાલચ આપી તેમના અસલ પાસપોર્ટ તથા રોકડા રૂપિયા ૧,૨૪,૫૦૦/- મેળવી પરત ન આપી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હતો, જે ગુનો તા.૨૨/૦૪/૨૦૨૬ના રોજ જાહેર થયો હતો.
તે જ રીતે જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ હેઠળ ફરિયાદી ઇલાબેન વા/ઓ ગલાભાઈ જાડેજા(ઉવ.૪૦ વર્ષ) ધંધો પ્રા. નોકરી ( રહે. કાદીવાસ મઢીની બાજુમાં, અદિત્યાણા, તા. રાણાવાવ, જી. પોરબંદર) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આરોપી (૧) રાજેન્દ્ર મૂળુભાઈ રાજગોર, (રહે. મયુર સોસાયટી, એરપોર્ટ રોડ, જામનગર) (૨) નિઝામ યુસુફ સમા તથા (૩) રીઝવાના હમીરભાઈ સોરાએ ફરિયાદી તથા સાહેદોને વિદેશ જવાની લાલચ આપી તેમના અસલ પાસપોર્ટ તથા રોકડા રૂપિયા ૬,૭૦,૦૦૦/- મેળવી પરત ન આપી છેતરપીંડી કરી હતી, જે ગુનો તા.૨૭/૦૪/૨૦૨૬ના રોજ જાહેર થયો હતો.
ઉપરોક્ત ગુનાઓના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્તરાય તથા પોલીસ અધિક્ષક જામનગર ડૉ. રવીમોહન સૈની દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભીની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. વી.એ. પરમાર તથા પી.એસ.આઈ. કે.એચ. ચાવડા અને સર્વેલન્સ સ્કવોડની અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો, મોબાઈલ લોકેશન તથા એલ.સી.બી.ના ટેકનિકલ સેલની મદદથી આરોપી રાજેન્દ્ર મૂળુભાઈ રાજગોર ( ઉવ.૩૬ વર્ષ) ધંધો એજન્ટ ( રહે. હાલ જામનગર હાઇવે ન્યારા બસ સ્ટોપ પાસે, રાજકોટ) ને રાજકોટ ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કબજે કરાયેલ મુદ્દામાલ અંગે વધુ તપાસ ચાલુ છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
