તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
સૌરાષ્ટ્રમાં મેઘસવારી શરૂ થતા રાજકોટ સહિત પ જીલ્લાના ર૩ ડેમમાં નવા નીર ઠાલવતા મેઘરાજાઃ છાપરવાડી-૧૦ ફુટ
રાજકોટના આજી-૧, ન્યારી-૧, સૂરવોની સપાટી વધીઃ મચ્છુ ત્રણેય ડેમમાં પણ આવકમાં વધારો

રાજકોટ તા. ર૪ :.. મેઘરાજાએ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટીંગ શરૂ કર્યુ છે, તેના પરિણામે રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી જીલ્લાના ર૩ ડેમમાં ૦ાા થી ૧૦ ફુટ જેટલા નવા પાણીની આવક થઇ છે, મોરબીના મચ્છુ ત્રણેય ડેમની સપાટીમાં વધારો થયો છે, રાજકોટના છાપરવાડીમાં તોતીંગ ૧૦ ફુટ જેવી નવા પાણીની આવક થઇ છે, રાજકોટના આજી-૧, ન્યારી-૧ ની સપાટી પણ વધી છે, સવારે ૮ વાગ્યા બાદ અનેક ડેમોમાં નવા પાણીની આવક ચાલુ છે.
ડેમનું નામ છેલ્લા ર૪ હાલની જીવંત
કલાકમાં સપાટી ફુટમાં
થયેલ
વધારો
ફુટમાં
રાજકોટ જીલ્લો
ફોફળ ૦.ર૦ ૮.૪૦
આજી-૧ ૦.ર૦ ર૦.૬૦
આજી-૩ ૧.રપ ૧૧.ર૦
સુરવો ૬.ર૩ ૧૬.૯૦
ન્યારી-૧ ૦.૪૯ ૧પ.૩૦
ન્યારી-ર ૦.૯૮ ૧ર.પ૦
મોતીસર ૧.૬૪ ૧.૬૦
ખોડાપીપર ૪.પ૯ ---
છાપરવાડી-ર ૯.૮૪ ---
કર્ણુકી ૦.૬૬ ૧.૦૦
મોરબી જીલ્લો
મચ્છુ-૧ ૦.૧૦ ર૦.૪૦
મચ્છુ-ર ૦.૩૦ ર૧.૪૦
ડેમી-૧ ૦.ર૩ ૧.૮૦
ધોડાધ્રોઇ ૦.૪૯ ૭.૩૦
બ્રાહ્મણી ૦.૩૯ ૧ર.૪૦
,,-ર ૦.૧૬ ૧ર.૬૦
મચ્છુ-૩ ૧.૧પ ૧ર.૬૦
જામનગર જીલ્લો
ફોફળ-ર ૦.ર૦ --
વાડીસંગ ૦.૩૯ ---
સુરેન્દ્રનગર જીલ્લો
વઢવાણ ર.૪૯ ૬.૬૦
ભોગાવો-૧
,,-ર ૦.૧૦ ૧૮.૬૦
ફલકુ ૦.૩૩ ૪.૪૦
અમરેલી જીલ્લો
સાકરોલી ૩.૦ર ૭.૦૦
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
